પ્રિયંકા ચોપડાનુ હૉલિવુડમાં રાજ, બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ માટે ઑસ્કર નૉમિનેશન!
પ્રિયંકા ચોપડાએ હવે ધીમે ધીમે હૉલિવુડમાં પણ પોતાના પગ જમાવી લીધા છે. સમાચારોની માનીએ તો પ્રિયંકા ચોપડાને આ વર્ષે પોતાની ફિલ્મ વ્હાઈટ ટાઈગર માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનુ ઑસ્કર નૉમિનેશન પણ મળી શકે છે. આવુ હૉલિવુડ વેરાઈટી મેગેઝીનની પ્રેડીક્શન લિસ્ટ કહે છે. આ લિસ્ટમાં પ્રિયંકાનુ નામ ઘણુ ઉપર છે. તેની સાથે મેરિલ સ્ટ્રીપ, હાન યેનરી ક્રિસ્ટીન સ્કૉટ થૉમસ અને ઓલીવિયા કોલમેન જેવી હીરોઈનો નામ પણ શામેલ છે.

ગ્લોબલ સ્ટાર તરીકે નામ કમાયુ
પ્રિયંકાની ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગર 2019 ડિસેમ્બરમાં પૂરી થઈ ચૂકી હતી. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. રસપ્રદ એ છે કે આ ફિલ્મ હજુ સુધી રિલીઝ પણ નથી થઈ. અરવિંદ અડિંગાની નૉવેલ ધ વ્હાઈટ ટાઈગર પર આધારિત આ ફિલ્મમાં પ્રિયંકા એકદમ અલગ જ અવતારમાં જોવા મળશે. ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષોમાં પ્રિયંકા ચોપડાએ ગ્લોબલ સ્ટાર તરીકે નામ કમાયુ છે.

મિસ વર્લ્ડથી હૉલિવુડ સુધી
જ્યારે પ્રિયંકાએ આજથી 20 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો તાજ પોતાના સિરે રાખ્યો હતો ત્યારે કોઈએ નહોતુ વિચાર્યુ કે એક દિવસ આ છોકરી હૉલિવુડ પર પણ રાજ કરશે. પ્રિયંકાએ હૉલિવુડમાં દસ્તક જ બોલ્ડ અંદાજમાં આપી હતી. તેનુ પહેલુ અંગ્રેજી ગીત ઈન માય સિટી ચાર્ટબસ્ટર હતુ અને લોકોને ખૂબ જ ગમ્યુ હતુ.

ક્વૉંટિકો માટે અઢળક અવૉર્ડ
પ્રિયંકા ખૂબ ઝડપથી હૉલિવુડની સીડિઓ ચડતી ગઈ. એબીસી ચેનલવે તેને ક્વૉંટિકો ઑફર કરી જેની બે સિઝન થઈ અને પ્રિયંકા ચોપડા રાતોરાત હૉલિવુડ પર રાજ કરવા લાગી. ક્વૉંટિકો માટે પ્રિયંકા ચોપડાને ઘણા અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી. આ સીરિઝ ટીવીની શ્રેષ્ઠ સીરિઝમાંની એક માનવામાં આવે છે.

પહેલી ફિલ્મ
પ્રિયંકા ચોપડાની પહેલી ફિલ્મ હતી બેવૉચ. જો કે ફિલ્મમાં તેની ભૂમિકા ઘણી નાની હતી પરંતુ તેના માટે પણે તે ખૂબ છવાઈ. પ્રિયંકા ચોપડાએ જાણીતા સિંગર પિટબુલ સાથે મળીને એક્ઝોટિક નામનુ સિંગલ બનાવ્યુ જે ઘણા દેશોના ચાર્ટબસ્ટર લિસ્ટમાં શામેલ થયુ.

નિક સાથે મુલાકાત
આટલી ઉપલબ્ધિઓ બાદ પ્રિયંકાને જીવનમાં સાચો પ્રેમ પણ હૉલિવુડમાં જ મળ્યો. નિક જોનસે તેને ક્વૉંટિકોમાં જોયા બાદ તેની સાથે ડેટ પર જવા માટે અપ્રોચ કર્યુ. લગ્ન બાદ પણ પ્રિયંકા ચોપડાની ઉંચી ઉડાન ચાલુ જ છે. જો કે હાલમાં તેના આવનારા પ્રોજેક્ટ્સ વિશે કોઈને ખબર નથી. ગયા વર્ષે વેલેન્ટાઈન્સ ડે પર પ્રિયંકા ચોપડા બીજી એક હૉલિવુડ ફિલ્મ Isn't It Beautifulનો હિસ્સો હતી જે એક કૉમેડી ફિલ્મ હતી.
સર્વેઃ ભારતમાં 62% મહિલાઓ સ્માર્ટફોન પર કરી રહી છે આ કામ