For Quick Alerts
For Daily Alerts
પુત્ર અને કામમાં વ્યસ્ત શકીરા પાસે ફિટનેસ માટે સમય નથી
હૉલીવુડના હૉટ સિંગર અને નવા-નવા મૉમ શકીરાનું કહેવું છે કે તેમની પાસે પોતાની ફિટનેસ માટે સમય નથી, કારણ કે તેઓ પોતાના કામ અને નવજાત પુત્ર મિલાન સાથે ખૂબ જ વ્યસ્ત છે.
નોંધનીય છે કે 36 વર્ષીય શકીરા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં માતા બન્યા હતાં અને હાલ તેઓ અમેરિકી ગાયન રિયલિટી શો ધ વૉઇસ અંગે ખૂબ વ્યસ્ત છે. આ શોમાં શકીરા એક નિર્ણાયકની ભૂમિકા ભજવી રહ્યાં છે.
વેબસાઇટ યૂએસ મૅગેઝીન ડૉટ કૉમના જણાવ્યા મુજબ શકીરાએ જણાવ્યું - હજીય મારૂં વજન થોડુંક વધુ છે. સગર્ભાવસ્થા દરમિયાન મેં મહદઅંશે વજન ઓછુ કર્યુ હતું, પરંતુ હાલ શોમાં અત્યંત વ્યસ્ત હોવાને લીધે મારી પાસે સમય નથી. જે દિવસે મારી રજા હોય છે, તે દિવસે હું પોતાના પુત્ર મિલાન સાથે સમય પસાર કરવા માંગુ છું.