For Quick Alerts
For Daily Alerts
શકીરાના પુત્ર મિલાનની પ્રથમ તસવીર જાહેર
કોલંબિયન ગાયિકા શકીરાએ સોમવારના રોજ પોતાના પુત્રની પ્રથમ તસવીર યુનિસેફની વેબસાઇટના માધ્યમથી જાહેર કરી છે. તસવીરમાં બાળક મિલન પોતાના પિતા સૉકર ખેલાડી જેરાર્ડ પીકે સાથે છે.
શકીરાએ પોતાના ટ્વિટર પ્રોફાઇલ પર બે પાનાની માહિતી આપી છે. તેમાંથી એક પાને તેમના પુત્રની પ્રથમ તસવીર છે અને બીજા પાને ગરીબ બાળકોની મદદ કરી શકાય છે.
આ તસવીરમાં બાર્સિલોના ફુટબૉલ ક્લબના ખેલાડી જેરાર્ડ પીકેએ પોતાના પુત્ર મિલાનને ખોળે લઈ રાખ્યાં છે. શકીરા અને જેરાર્ડે અનાથ બાળકો માટે સહાય રાશિ એકત્ર કરવાના ઉદ્દેશે યુનિસેફ સાથે મળી બૅબી શૉવર યોજના શરૂ કરી છે.