India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપરમેને કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર ગણાવી કર્યું હથિયાર મુક્ત, ભારતીયોએ કહ્યું- એન્ટી ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

બાળકો માટે એનિમેટેડ ફિલ્મ બનાવનાર ડીસી કોમિક્સને ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો છે. તેમની પર તેમની ફિલ્મ દ્વારા ભારત વિરોધી એજન્ડા પર કામ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ડીસી કોમિક્સે 'ઇંજસ્ટિસ' નામની એનિમેટેડ ફિલ્મની ક્લિપ બહાર પાડી છે, જેમાં તેનું ભારત વિરોધી વલણ સ્પષ્ટ દેખાય છે. ક્લિપમાં કાશ્મીરને વિવાદાસ્પદ વિસ્તાર કહેવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મના મહત્વના પાત્રે ત્યાંના તમામ લશ્કરી સામગ્રીનો નાશ કર્યો છે અને તેને હથિયાર મુક્ત ઝોન બનાવી દીધું છે. ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ ડીસી કોમિક્સના આ કૃત્યને પચાવી શકતા નથી અને ક્લિપને તાત્કાલિક કાઢી નાખવાની માંગ કરી રહ્યા છે.

કાશ્મીરને ફિલ્મમાં 'વિવાદિત' વિસ્તાર તરીકે વર્ણવવામાં આવ્યો

કાશ્મીરને ફિલ્મમાં 'વિવાદિત' વિસ્તાર તરીકે વર્ણવવામાં આવ્યો

ડીસી કોમિક્સ એનિમેટેડ ફિલ્મ 'ઇંજસ્ટિસ' એ ભારતમાં સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચાવ્યો છે. વાસ્તવમાં, કાશ્મીરને આ ફિલ્મમાં 'વિવાદિત' વિસ્તાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. ડીસી કોમિક્સના આ કૃત્યથી સોશિયલ મીડિયા પર ભારતીયો તરફથી જબરદસ્ત ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારત વિરોધી સુપરમેને પણ જબરદસ્ત ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ વિડીયો-ગેમ શ્રેણીનો ભાગ છે જેનું નામ કોમિક બુક પરથી જ રાખવામાં આવ્યું છે. આ માટે આવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લોકોને ભારતીય સાર્વભૌમત્વની દ્રષ્ટિએ ખૂબ જ વાંધાજનક લાગે છે.

ફિલ્મમાં કાશ્મીરને 'હથિયાર મુક્ત' જાહેર કર્યું

ફિલ્મમાં કાશ્મીરને 'હથિયાર મુક્ત' જાહેર કર્યું

ફિલ્મ મુજબ, 'ઇંજસ્ટિસ' ની વાર્તા એવી છે કે એક મહત્વપૂર્ણ પાત્ર જોકર સુપરમેનની ગર્લફ્રેન્ડ લુઈસ લેનની હત્યા કરે છે, જે પછી તે બેકાબૂ બની જાય છે અને સરમુખત્યાર બની જાય છે. તેણે આખી પૃથ્વી પર નિયંત્રણ મેળવ્યું. આ પછી બેટમેન અને તેના બાકીના સાથીઓ પણ બળવાખોર બન્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફિલ્મની ક્લિપમાં કોમિક જગતનો કથિત સુપરહીરો ફાઇટર પ્લેન અને અન્ય લશ્કરી સામગ્રીનો નાશ કરતો જોવા મળે છે અને અવાજો આવી રહ્યા છે કે તેણે વન્ડરવુમન સાથે 'તમામ લશ્કરી સાધનો' તોડી નાખ્યા અને કાશ્મીરને હથિયાર મુક્ત ઝોન કરીકે જાહેર કર્યું હતુ. જેમાં સેનાના બંને લડાકુ વિમાનો અને અન્ય સાધનો નાશ કરતા જોવા મળી રહ્યા છે.

વિવાદીત સીનને ડિલીટ કરવા માંગ

વિવાદીત સીનને ડિલીટ કરવા માંગ

ભારતીય સોશિયલ મીડિયાને આ એનિમેટેડ ક્લિપ પસંદ ન પડી અને #AntiIndiaSuperman હેશટેગ ટ્વીટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને લોકોએ ગુસ્સા સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ તો ડીસી કોમિક્સનો બહિષ્કાર કરવાની હાકલ પણ કરી છે. એક ટ્વીટર યુઝરે લખ્યું, 'પશ્ચિમી લોકો હવે ભારત વિરોધી પ્રચાર ફેલાવવા માટે એનિમેટેડ ફિલ્મોનો ઉપયોગ કરી રહ્યા છે. આ અધમ કૃત્ય કામ કરશે નહીં. ડીસી કોમિક્સ કાશ્મીર અમારું અભિન્ન અંગ છે અને અમને બદનામ કરવાના આ વાંધાજનક પ્રયાસો અમે સહન નહીં કરીએ. વિવાદાસ્પદ દ્રશ્ય ડિલીટ કરો! '

ડીસી કોમિક્સ સામે 'એન્ટી-ઇન્ડિયા સુપરમેન' ટ્રેંડ થયુ

અન્ય એક યુઝરે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ 'કાશ્મીર વિરુદ્ધ પ્રોપોગેન્ડા' છે. સુપરમેન કાશ્મીરને વિવાદિત વિસ્તાર તરીકે જાહેર કરે છે. શર્મ કરો ડીસી કોમિક્સ. #AntiIndiaSuperman '. અન્ય એક ટ્વીટર યુઝરે લખ્યું કે 'ડીસી કોમિક્સ પ્રોપોગેન્ડા માટેનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ડીસી કાશ્મીર કે પીઓકે વિશે કશું જાણતા નથી. ડીસી કોમિક્સ અફઘાનિસ્તાનને હથિયાર મુક્ત કેમ કરતુ નથી. તેનો બહિષ્કાર કરવો જોઇએ.

'ભારત સરકારે આ ફિલ્મને મંજૂરી ન આપવી જોઈએ'

એક વ્યક્તિ કહે છે કે હું નાનપણથી જ સુપરમેન અને બેટમેન ફિલ્મો જોતો આવ્યો છું, પણ આજે મને ગુસ્સો આવી રહ્યો છે. પ્રોપોગેન્ડા કરવાની આ એક ખૂબ જ ખરાબ રીત છે. એક યુઝરના જણાવ્યા અનુસાર, 'ડીસી કોમિક્સે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નિશાન બનાવવાનું ક્યારે શરૂ કર્યું? તે કાશ્મીરને વિવાદિત વિસ્તાર કેવી રીતે કહી શકે, થોડું સંશોધન થવું જોઈએ. ભારત સરકારે આ ફિલ્મને મંજૂરી ન આપવી જોઈએ. બાય ધ વે, ડીસી કોમિક્સ તરફથી તેમની ક્રિયા પર અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

English summary
Superman calls Kashmir disputed area arms-free, Indians say anti-India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X