'ધ લાયન કિંગ' નો બોક્સ ઓફિસ પર ધમાકો, 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
ડિઝનીની ફિલ્મ 'ધ લાયન કિંગ' થિયેટરોમાં તહેલકો મચાવી રહી છે. ફિલ્મ તેના ત્રીજા અઠવાડિયામાં પણ તાબડતોડ કમાણી કરી રહી છે. જણાવી દઈએ કે, હોલીવુડની આ મૂવી ભારતમાં 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. વિશેષ વાત એ છે કે ફિલ્મના હિન્દી વર્ઝનમાં મુફાસાનો અવાજ છે શાહરૂખ ખાન અને મુફાસાના પુત્ર સિમ્બા માટે અવાજ આપ્યો છે આર્યન ખાને. ભારતમાં 'ધ લાયન કિંગ' ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઇ છે. ખાસ કરીને બાળકોમાં આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ છે.
રિતિક રોશનની સુપર 30 હોવા છતાં, આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. તે 2019 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ્સની સૂચિમાં સામેલ થઈ છે. બીજા વીકએન્ડ સુધીમાં આ ફિલ્મે 114 કરોડનું કલેક્શન કરી લીધું છે. મૂવી હાજી પણ સારી કમાણી કરી રહી છે. વર્ષ 2019 નો બોક્સ ઓફિસ રેકોર્ડ જોવામાં આવે તો, આ વર્ષ હોલીવુડની ફિલ્મો માટે જબરદસ્ત રહ્યું છે. એવેન્જર્સ એન્ડગેમ, સ્પાઇડર મેન, કેપ્ટન માર્વેલ.. આ બધી ફિલ્મો સુપરહિટ રહી છે.
અહીં જાણો ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મો-

એવેન્જર્સ એન્ડ ગેમ
બધી ફિલ્મોને પાછળ છોડી એવેન્જર્સ એન્ડ ગેમ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મએ ભારતમાં 365 કરોડનું કલેક્શન કર્યું છે.

એવેન્જર્સ ઇન્ફિનિટી વૉર
2018 માં રિલીઝ થયેલી આ સુપરહીરો ફિલ્મે ભારતમાં 223 કરોડનું કલેક્શન કર્યું છે. આ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ છે.

ધ જંગલ બુક
બાળકોની પસંદીદા ધ જંગલ બુક ભારતમાં 183 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 3 ડીમાં રિલીઝ થઈ હતી.

ફ્યુરિયસ 7
વર્ષ 2015 માં, સૌથી પ્રખ્યાત ફિલ્મ ફ્યુરિયસ 7 ભારતમાં 173 કરોડની કમાણી કરી હતી. આ સુપરહિટ ફ્રેન્ચાઇઝી દુનિયાભરમાં લોકપ્રિય છે.

જુરાસિક વર્લ્ડ
ઇરફાન ખાન સ્ટારર આ ડાયનાસોર વળી 3ડી મૂવી ભારતમાં ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે 113 કરોડની કમાણી કરી હતી.

ધ લાયન કિંગ
આ મૂવીએ બીજા વીકએન્ડમાં 114 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મનું કલેક્શન હજી ચાલુ છે.