
40 વર્ષે પણ હોટ એન્ડ સેક્સી છે આ ટેનિસ ખેલાડી, બોલ્ડ અંદાજથી સતત છવાયેલી રહે છે!
રશિયામાં જન્મેલી આ ટેનિસ ખેલાડીની સુંદરતા એવી છે કે તે સમયે વિશ્વની નંબર વન ખેલાડી કરતાં પણ અન્ના કુર્નિકોવાના ચાહકો વધુ હતા. તે આજે પણ સૌથી સુંદર ટેનિસ ખેલાડીઓમાંની એક તરીકે ઓળખાય છે.

સૌથી સુંદર ટેનિસ ખેલાડી
એન્નાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે. અન્ના ભલે સ્પોર્ટ્સથી દૂર હોય પરંતુ તેના ફિટનેસ વીડિયો અને ફોટોઝને કારણે તે હેડલાઈન્સમાં રહે છે.

અન્નાના લોકો દિવાના છે
અન્ના સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. એક ખેલાડી તરીકે તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. પરંતુ તેને સુંદર ટેનિસ પ્લેયરના ઘણા એવોર્ડ મળ્યા. એકપણ સિંગલ ટાઇટલ જીત્યુ ન હોવા છતાં અન્ના કુર્નિકોવા વર્ષ 2000 માં વિશ્વમાં નંબર 8 બની હતી.

અન્ના મુળ રશિયાની છે
અન્નાને ડબલ્સ રમવામાં વધુ સફળતા મળી, જ્યાં તે વિશ્વની નંબર 1 ખેલાડી બની. તેણે માર્ટિના હિંગિસ સાથે ઘણી સફળતા મેળવી. ટેનિસ સિવાય અન્નાએ મોડલિંગ, ટીવી શો અને એન્કરિંગમાં પણ હાથ અજમાવ્યો. તેણે પોતાની સુંદરતાના બળ પર સર્વત્ર રાજ કર્યું.

અન્નાની સુંદરતા પર ફેન્સ ફિદા છે
અન્નાની સુંદરતાનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે વર્ષ 2001માં તેના નામના વાયરસ દ્વારા હજારો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

એન્નાનું એકાઉન્ટ હોટ ફોટોથી ભરેલુ છે
એક હેકર સ્ક્રીન પર અન્ના કુર્નિકોવાની અસ્પષ્ટ તસવીર મોકલતો હતો. લોકો અન્નાને સારી રીતે જોવા માટે તેની ઝાંખી તસવીર પર ક્લિક કરતા હતા. જે બાદ તેની સિસ્ટમ હેક કરવામાં આવી હતી. બાદમાં સ્પેશિયલ ઓપરેશન ચલાવીને આ હેકર ઝડપાયો હતો.

અમેરિકન સિંગર સાથે લગ્ન કર્યા છે
અન્નાના અંગત જીવનની વાત કરીએ તો ઘણા ખેલાડીઓ સાથેની તેમની નિકટતાની વાતો સામે આવી હતી. પરંતુ આ ટેનિસ ખેલાડી 2001માં અમેરિકન સિંગર એનરિક ઇગ્લેસિયસને મળી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. તે એનરિકના ફેમસ ગીત 'એસ્કેપ'માં જોવા મળી હતી, ત્યારબાદ બંનેની મિત્રતા થઈ હતી. અન્ના હવે અમેરિકન નાગરિક છે અને તેના પતિ એનરિક ઇગ્લેસિયસ સાથે સુખી જીવન જીવી રહી છે. એનરિક એક જાણીતો પોપ સ્ટાર છે.