For Quick Alerts
For Daily Alerts
બાળકોને જરૂર બતાવજો એનિમેશન ફિલ્મ ધ ક્રૂડ્સ
અમદાવાદ, 6 ઑક્ટોબર : આજના ફાસ્ટ જમાનામાં બાળકો લખોટીઓ, ભમરડાં, લંગડી કે સંતાકૂકડી જેવી રમતો નથી રમતાં. આજના બાળકો કૉમ્પ્યુટર અને કાર્ટૂન ફિલ્મો પાછળ ઘેલાં છે.
જો આપના પણ કાર્ટૂન ફિલ્મોનો શોખીન હોય, તો તેમની માટે આવી રહી છે હૉલીવુડની એક નવી એનિમેશન ફિલ્મ ધ ક્રૂડ્સ. આ ફિલ્મ બાળકો માટે ખાસ બની રહેશે.
ધ ક્રૂડ્સ હૉલીવુડની એક એવી એનિમેશન ફિલ્મ છે કે તે બાળકોને બહુ ગમશે. તમને વિશ્વાસ ન થતો હોય તો અમે આપના માટે લાવ્યાં છે ધ ક્રૂડ્સનું ખાસ ટ્રેલર. ટ્રેલર જોયાં બાદ આપને ફિલ્મ જોવાનું જરૂર મન થશે, પણ હા પોતાના બાળકોને જરૂર સાથે લઈ જજો.