ઈઝરાયેલ સાથે પંગો લેનારી અમેરિકન મોડલ બેલા હદીદ કોણ છે? જાણો શું છે પુરી બબાલ?
દુનિયાભરમાં જાણીતી અમેરિકી મોડલ બેલા હદીદી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. હકિકતમાં તે ફિલિસ્તીન મુદ્દે ઈઝરાયેલની આલોચના કર્યા બાદ તે ચર્ચામાં આવી છે.
અમેરિકન મોડલ બેલા હદીદના સોશિયલ મીડિયા પર 60 મિલિયન ફોલોઅર્સ છે. આ દિવસોમાં બેલા ફેશન કે ફોટોને લઈને નહીં પણ વિશ્વભરણાં રાજકીય કારણોસર ચર્ચામાં છે.

અમેરિકન સુપર મોડલ બેલા હદીદ અને ઈઝરાયેલના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી બેન ગાવીર વચ્ચેની બોલાચાલી સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ છે. આ જ કારણે છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લડાઈ ચાલુ છે અને બંને દેશોના નાગરિકો એકબીજા સાથે સોશિયલ મીડિયા પર ભીડાઈ રહ્યા છે ત્યારે અમેરિકન મોડલ બેલા હદીદ ઇઝરાયલની ટીકા કરતી રહે છે. બેલાના પિતા અને તે પેલેસ્ટાઇનની રહેવાસી છે.
બેલા હદીદ પેલેસ્ટાઈનની છે અને તેના પિતા પેલેસ્ટાઈનના નાગરિક છે. તે પોતે ઘણીવાર પેલેસ્ટાઈનને લગતા પ્રદર્શનોમાં ભાગ લે છે.
જણાવી દઈએ કે બેલા હદીદ દુનિયાભરમાં જાણીતી ટોપ મોડલમાં સામેલ છે. તે દુનિયાભરની ટોપ બ્રાન્ડ માટે મોડલિંગ કરે છે. ગીગી હદીદ બેલા હદીદની બહેન છે તે પણ ટોચની સુપર મોડલ છે. આ સિવાય બેલાનો ભાઈ અનવર હદીદ પણ એક સુપર મોડલ છે.












Click it and Unblock the Notifications
