For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસ્ટિન બીબરના પાડોસી બનવાની તૈયારી કરતાં સેલેના ગોમ્ઝ?

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 20 ડિસેમ્બર : અગાઉ એક-બીજા સાથે ડેટ કરી ચુકેલા પૉપ સ્ટાર સેલેના ગોમ્ઝ તેમજ જસ્ટિન બીબર ટુંકમાં જ એક-બીજાના પાડોસી બની શકે છે.

ફીમેલફર્સ્ટ.યૂકેના રિપોર્ટ્સ મુજબ 21 વર્ષીય ગોમ્ઝને તે જ વિસ્તારમાં એક મિલ્કત ગમી છે કે જેમાં તેમના ભૂતપૂર્વ પ્રેમી જસ્ટિન બીબર રહે છે. ગોમ્ઝ આ મિલ્કત ખરીદવાની બિલ્કુલ નજીક છે. કમ એન્ડ ગેટ ઇટ સ્ટાર સેલેના ગોમ્ઝની નજર કૅલીફોર્નિયા ખાતેના કૈલાબાસસ વિસ્તારથી અડીને આવેલી એકમાત્ર હવેલી ઉપર નજર છે. આ વિસ્તારમાં કોર્ટની કાર્દશિયન તથા વિલ સ્મિથ તેમજ તેમનો પરિવાર પણ રહે છે.

નોંધનીય છે કે હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબર વચ્ચેના સંબંધો થોડાક સમય અગાઉ તુટી ગયાં. બંનેએ લગભગ બે વરસ ડેટિંગ કરી અને ગત નવેમ્બર માસમાં બંને જુદા થઈ ગયા હતાં. હવે ગોમ્ઝ પોતે જ બીબરના પાડોસી બનવા જઈ રહ્યાં છે, ત્યારે નવી અટકળો ઊભી થવાની શક્યતા છે.

English summary
Pop stars Selena Gomez and Justin Bieber, who have dated each other in the past, can end up being neighbours sometime soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X