For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપ રે! અમિતાભ બચ્ચનની પાછળ વાધ પડ્યો! જાણો આગળ શું થયું

|
Google Oneindia Gujarati News

બાપ રે! તમને ખબર છે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનો પીછો એક વાધે કર્યો અને તે પણ મુંબઇમાં જ. અને હા, તમને જણાવી દઉં કે હું અહીં કોઇ ફિલ્મ કે રીલ સ્ટોરીની વાત નથી કરતી. પણ રિયલ લાઇફમાં મુંબઇમાં જ અમિતાભનો પીછો એક વાધે કર્યો. અને તે પણ ચાર કિલોમીટર સુધી. ચાર કિલોમીટર સુધી બીગ બીની પાછળ પાછળ આ વાધ ચાલતો રહ્યો અને બીગ બીને જોતો રહ્યો.

એટલું જ નહીં આ વાતનો ખુલાસો ખુદ બીગ બીએ તેમની સોશ્યલ સાઇટ ટ્વિટર પર કર્યો છે. બીગ બી પણ આશ્ચર્યચક્તિ થઇ ગયા કે વાધે આટલા લાંબા સમય સુધી તેમનો પીછો કર્યો. જો કે આ જોતા તો લાગે છે કે વાધ પણ બીગ બીનો ફેન હશે!

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્કમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા વાધના સંરક્ષણના એક અભિયાનને લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની વેનીટી વેનનો પીછો ચાર કિલોમીટર સુધી એક વાધે કર્યો. ત્યારે આ અંગે અમિતાભ શું કહ્યું છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અમિતાભની પાછળ પડ્યો વાધ

અમિતાભની પાછળ પડ્યો વાધ

ટ્વિટર પર અમિતાભે પોતાના આ અનુભવને વર્ણાવતા જણાવ્યું કે "મુંબઇ શહેરની વચ્ચો વચ 5 કિલોમીટર સુધી એક વાધે મારો પીછો કર્યો. ખરેખરમાં શું અનુભવ હતો! વધુ પછીના ફોટોમાં!"

બીગ કેટ અને બીગ બી

બીગ કેટ અને બીગ બી

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન મુંબઇની અંદર જ આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા વાધના સંરક્ષણ માટે યોજવામાં આવેલા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. જ્યાં તેમનો પીછો વાધે કર્યો.

પેટ ડોગ

પેટ ડોગ

ત્યારે અમિતાભ બચ્ચનના પાળતૂ કૂતરાની સાથે અમિતાભ બચ્ચનની આ તસવીર, જે તેમણે તેમના ઝલસા ખાતેના ઘરમાં પાડી હતી.

બીગ બી

બીગ બી

અમિતાભના આ પ્રિય કૂતરાનું વર્ષ 2013માં દેહાંત થયું હતું. ત્યારે અમિતાભ બચ્ચનનો પ્રાણી પ્રેમ દર્શાવતી આ તસવીરો.

Pet શો

Pet શો

અમિતાભ બચ્ચન પ્રાણી પ્રેમી છે તે વાત તો સૌ કોઇ જાણે છે તે અનેક pet શો પણ ગેસ્ટ પણ બનતા રહેતા હોય છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ત્યારે મુંબઇમાં કુલ 4 કિલોમીટર સુધી વાધનું અમિતાભ બચ્ચનની વાનનો આમ પીછો કરવા અમિતાભ બચ્ચનને ખરેખરમાં આશ્ચર્યજનક લાગ્યું હતું.

English summary
Guess who chased Amitabh Bachchan for 4 kms? None other than a wild jungle tiger! Well its not everyday that such an incident takes place or may be just may be, the tiger was just another Big B fan who came to give a special visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X