• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેબીસીમાં મચશે ‘ધૂમ’, આમિર-કાજોલ-કૌટિલ્ય આવશે!

|

મુંબઈ, 27 ઑક્ટોબર : સુપર સ્ટાર આમિર ખાન તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિના સેટ ઉપર હતાં. અહીં તેમણે પોતાની આગામી ફિલ્મ ધૂમ 3 વિશે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે ચર્ચા કરી. કેબીસીના સેટ પર કાજોલ પણ આવવાના છે અને ખાસ ઉદ્દેશ સાથે રમશે.

aamir-kajol
અમિતાભ બચ્ચને શુક્રવારે રાત્રે ટ્વિટર પર લખ્યું - આમિર ખાન આજે સેટ પર છે. હેલો કહેવાનું ભૂલી ગયો! અને કેબીસીના મહેમાનોનું સ્વાગત કર્યું. અમે ધૂમ 3 ફિલ્મ વિશે વાત કરી. 20 ડિસેમ્બરેરિલીઝ થનાર આ ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત ઉદય ચોપરા, અભિષેક બચ્ચન અને કૅટરીના કૈફ લીડ રોલમાં છે. યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરાએ કર્યું છે.

દરમિયાન અભિનેત્રી કાજોલ બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે કેબીસીના સેટ ઉપર આવશે. કાજોલ દ્વારા જીતવામાં આવનાર તમામ રકમ બાળકોના પરોપકાર ઉપર ખર્ચ કરવામાં આવશે. બિગ બીએ લખ્યું - હસીન કાજોલ કાલે સેટ ઉપર આવશે અને એક ખાસ નિમિત્ત માટે રમશે. ત્રણ દિવસીય બાળ દિવસની ઉજવણી 8મી નવેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન હૉટ સીટ ઉપર ઇન્ડિયન આઇડલ જૂનિયરના ફાઇનલિસ્ટ પણ જોવા મળશે. ઉપરાંત ગૂગલ બૉય કૌટિલ્ય પંડિત પણ કેબીસી કાર્યક્રમમાં દેખાવાનાં છે.

English summary
Superstar Aamir Khan was on the sets of "Kaun Banega Crorepati" recently and discussed his next film "Dhoom 3" with megastar host Amitabh Bachchan. Actress Kajol, on the other hand, will play the game for a cause.
Get Instant News Updates
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more