• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસમાં અરમાનની રી-એન્ટ્રીએ સોફિયા શૉક્ડ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 ડિસેમ્બર : બ્રિટિશ અભિનેત્રી અને ગાયિકા સોફિયા હયાત રિયલિટી શો બિગ બૉસ 7માં અભિનેતા અરમાન કોહલીની રી-એન્ટ્રી થવાથી શૉક્ડ છે. તેમનું કહેવું છે કે તેઓ તેમને શોમાં ફરીથી દાખલ થતાં જોઈ દંગ છે.

અરમાન કોહલીની બિગ બૉસના ઘરમાંથી ગત સોમવારે રાત્રે ધરકપકડ કરવામાં આવી હતી. સોફિયા હયાત ઉપર હિંસક હુમલો કરવાના આરોપસર ધરપકડ કરાયેલા અરમાનને કાનૂની ઔપચારિકતાઓ બાદ મંગળવારે બેલ મળી જતાં તેઓ બિગ બૉસ 7માં પરત ફર્યા હતાં.

દરમિયાન સોફિયાએ જણાવ્યું - અરમાનને જે રીતે બેલ મળી અને જે રીતે તેઓ બિગ બૉસમાં પરત ફર્યા છે, તેનાથી હું સ્તબ્ધ છું. હું આશ્ચર્યચકિત છું. હું ખાત્રીપૂર્વક કહુ છું કે હું હાર નહીં માનું અને તેની વિરુદ્ધ લડીશ. બીજી બાજુ અરમાનના પિતાનું કહેવું છે કે સોફિયા હયાત આ બધુ પબ્લિસિટી માટે કરે છે. સોફિયાએ જણાવ્યું - મને પબ્લિસિટીની જરૂર નથી. મારૂં કૅરિયર ખૂબ સફળ છે. હું માત્ર હિંસા વિરુદ્ધ લડી રહી છું.

English summary
British singer-actress Sofia Hayat is in a state of shock ever since actor Armaan Kohli re-entered the "Bigg Boss Saath-7" house and says that she is amazed to see him going back as one of the contestants in the reality show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X