For Quick Alerts
For Daily Alerts
જામીન મળતા બિગ બૉસમાં પરત ફરતા અરમાન કોહલી
લોનાવાલા, 18 ડિસેમ્બર : બિગ બૉસ જોનારાઓ માટે રાહતના સમાચાર છે. શોના સ્પર્ધક અરમન કોહલી જામીન મળ્યા બાદ શોમાં પરત ફર્યાં છે. આ માહિતી અરમાનના વકીલ સંજય વાંદ્રેએ મીડિયાને આપી. તેમણે જણાવ્યું કે અરમાનને 50 હજાર રુપિયાના જામીનખત અને તેટલી જ રકમની બે જામીન ઉપર જામીન આપવામાં આવી છે.
અરમાન કોહલી અગાઉ બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે. તેમણે વિરોધી, ઔલાદ કે દુશ્મન, જાની દુશ્મન એક અનોખી કહાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પછી તેઓ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગયા હતાં. જોકે બિગ બૉસ 7માં આવતા જ તેઓ ફરી લાઇમલાઇટમાં આવી ગયાં છે.
Comments
armaan kohli sofia hayat bigg boss 7 salman khan television અરમાન કોહલી સોફિયા હયાત બિગ બૉસ 7 સલમાન ખાન ટેલીવિઝન
English summary
Armaan Kohli returns to Bigg Boss house after getting bail in physical abuse case said his lawyer.
Story first published: Wednesday, December 18, 2013, 11:30 [IST]