• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bigg Boss 8 : સૌથી ચર્ચિત જોડી બનશે મહેમાન...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 નવેમ્બર : બિગ બૉસની ટીઆરપી ઉંચે જવાની છે. હવે મહેમાન જ એવા આવવાના છે. એક બાજુ કલર્સ ચૅનલે કિમ કાર્દશિયન જેવી હૉલીવુડ હૉટીને લાવી ટીઆરપી વધારવા અંગે વિચાર્યુ હતું, તો બીજી બાજુ હવે બહુ ટુંકમાં જ દર્શકોને હાલની સૌથી ચર્ચિત જોડી અર્પિતા ખાન અને આયુષ શર્માની ઝલક બિગ બૉસ 8 શોમાં જોવા મળશે.

હકીકતમાં અર્પિતા-આયુષ બિગ બૉસમાં સલમાન ખાનને સરપ્રાઇઝ આપવા પહોંચ્યાં. બીજી બાજુ તમામ ઘરના લોકો હાલ બહારની દુનિયા અંગે કંઈ જ જાણતા નથી, તો તેમને એ પણ નથી ખબર કે હાલ દેશની સૌથી ચર્ચિત સેલિબ્રિટી છે અર્પિતા ખાન.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Don't the newly married couple Arpita & Ayush look super cute together? <a href="https://twitter.com/hashtag/WeekendKaVaarWithSalman?src=hash">#WeekendKaVaarWithSalman</a> <a href="http://t.co/hPrwXQhwhl">pic.twitter.com/hPrwXQhwhl</a></p>— COLORS (@ColorsTV) <a href="https://twitter.com/ColorsTV/status/536199318667919360">November 22, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>અર્પિતા-આયુષ જ્યારે શો પર આવ્યા, ત્યારે તો ઘરવાળાઓને તેમના લગ્નની જાણ કરવામાં આવી. સૌએ નવી જોડીને અભિનંદન પાઠવ્યાં, તો સલમાન ખાન ખૂબ જ ખુશ નજરે પડ્યાં.

દરમિયાન સલમાને ઘરવાળાઓને પોતાની અને શાહરુખ ખાન વચ્ચેની મૈત્રી અંગે પણ માહિતી આપી. મીડિયા સામે ચુટકી લેતા સલમાને એમ પણ કહ્યું કે હકીકતમાં તેઓ અને શાહરુખ એક-બીજાને કિસ કરતા હતાં, પરંતુ અર્પિતાને સૉફ્ટવૅર વડે વચ્ચે નાંખી દેવામાં આવી છે. આ તસવીર એટલા માટે વાયરલ થઈ ગઈ. લાગે છે કે સલમાન ભાઈ હજીય અર્પિતાના લગ્નના મૂડમાંથી બહાર નથી આવ્યાં.

English summary
Aayush and Arpita make a brief visit on the show, Bigg Boss. While the inmates of the house are kept away from news of the outside world, their wedding news was broken by their visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X