• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાલિકા વધુ એક્ટ્રેસનો મોટો ખુલાસો, નાઇટ ક્લબમાં થઇ છેડછાડ

|

યુવતીઓ અને મહિલાઓ સાથે અવારનવાર છેડછાડની ઘટનાઓ બનતી રહે છે. બોલિવૂડ કે ટેલિવૂડની એક્ટ્રેસિસ પણ આમાંથી બાકાત નથી. ઘણી એક્ટ્રેસિસે આ રીતની ઘટનાઓનો શિકાર બનવું પડે છે, આ લિસ્ટમાં હવે બાલિકા વધુ એક્ટ્રેસ માહી વિજનું નામ પણ ઉમેરાઇ ગયું છે. માહી પોતાના પતિ જય ભાનુશાળી સાથે એક નાઇટ ક્લબમાં ગઇ હતી, જ્યાં તેની સાથે આ ઘટના બની.

વોશરૂમની બહાર થઇ છેડછાડ

વોશરૂમની બહાર થઇ છેડછાડ

માહિએ આ ઘટના અંગે વાત કરતાં કહ્યું કે, 'હું નાઇટ ક્લબના વોશરૂમમાંથી નીકળીને મારા ટેબલ તરફ જઇ રહી હતી, ત્યારે એક વ્યક્તિએ વચ્ચે જ મારો રસ્તો રોકી લીધો. મેં થોડી હિંમત કરી તેની ગેરવર્તણૂકનો જવાબ બે તમાચાથી આપ્યો અને ત્યાંથી નીકળી ગઇ. ટેબલ પર આવી મેં આ અંગે જયને જણાવ્યું, અમે બંન્ને તુરંત એ જગ્યાએ પહોંચ્યા. પરંતુ ત્યાં સુધીમાં તે વ્યક્તિ ત્યાંથી ગાયબ થઇ ગયો હતો.'

માહિએ આગળ જણાવ્યું કે, 'એ વ્યક્તિ ત્યાંથી તરત ભાગી નીકળ્યો હશે અને આથી હું પોલીસ ફરિયાદ ન કરાવી શકી. મને ખુશી છે કે, મેં તેના આવા વર્તનનો જવાબ તમાચાથી આપ્યો અને મને અફસોસ એ વાતનો છે કે, તે ત્યાંથી ભાગી નીકળ્યો, નહીં તો હું તેને આ માટે ચોક્કસ સજા અપાવત.' આ પહેલાં પણ અનેક હિરોઇન્સ સાથે આ રીતની ઘટના બની ચૂકી છે.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સાથે પણ આ રીતની ઘટના બની ચૂકી છે. થોડા સમય પહેલાં જ તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો. ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'ના શૂટિંગ દરમિયાન રાજકોટ એરપોર્ટ પર તેની સાથે છેડછાડ થઇ હતી.

ઇલિયાના ડીક્રૂઝ

ઇલિયાના ડીક્રૂઝ

રૂસ્તમ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રૂઝ પણ મોલેસ્ટેશનની ઘટનાનો શિકાર થઇ ચૂકી છે. ઇલિયાનાએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેણે લખ્યું હતું કે, હું નસીબવાળું છું કે મને એવા માતા-પિતા મળ્યાં જેમણે કપરા સમયમાં મને સમજી અને સાચવી લીધી. હું પણ છેડછાડની ઘટનાનો શિકાર બની ચૂકી છું.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ

ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ 'જન્નત'થી બોલિવૂડમાં પદાર્પણ કરનાર સોનલે પણ હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોનલે એક ક્લોઝ ફ્રેન્ડને જણાવ્યું હતું કે, હું હાલમાં જ ફેશન ઇવેન્ટમાં પહોંચી હતી અને ત્યાંના ઓર્ગેનાઇઝર્સે જ મારી સાથે છેડછાડ કરી હતી.

સૈરાટ ફેમ રિંકૂ રાજગુરૂ

સૈરાટ ફેમ રિંકૂ રાજગુરૂ

સુપરહિટ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની એક્ટ્રેસ રિંકૂ રાજગુરૂ સાથે પણ છેડછાડ થઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. રિંકૂએ આ મામલે અકલુજ થાણામાં ફરિયાદ પણ નોંધાવી છે. તેની ફરિયાદ બાદ પોલીસે દત્તાત્રેય ઘરાટ નામક ફેનને પોલીસ કસ્ટડીમાં લીધો હતો.

ટીના દત્તા

ટીના દત્તા

સિરિયલ 'ઉતરન'માં ઇચ્છાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ટીના દત્તાએ પોતાની સાથે થયેલ મોલેસ્ટેશનની ઘટના ફેસબૂક પોસ્ટમાં વર્ણવી હતી. એક ફ્લાઇટમાં ટીનાના કો-પેસેન્જરે તેની સાથે છેડછાડ કરી હતી. તેણે ટીનાને ખોટી રીતે સ્પર્શ કરતાં ટીનાએ ક્રૂ-મેમ્બરને આ અંગે ફરિયાદ પણ કરી હતી.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

પિંક જેવી ફિલ્મમાં લીડ રોલ કરનાર એક્ટ્રેસ તાપસી પન્નૂએ પોતાની સાથે બનેલ ઘટના વર્ણવતાં કહ્યું હતું કે, હું દિલ્હી ખાતે એક કીર્તનમાં ગઇ હતી અને ત્યાં ભીડમાં સૌની સાથે બેઠી હતી. ત્યારે એક વ્યક્તિએ મને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે મને આ વાતની જાણ થઇ ત્યારે એની સામે જોયા વગર મેં એની આંગળી મરડી નાંખી હતી.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

હું પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નથી.

સોનમ કપૂર

સોનમ કપૂર

થોડા સમય પહેલાં જ રાજીવ મસંદ સાથેના ઇન્ટરવ્યૂમાં સોનમે પોતાની સાથે થયેલ છેડખાનીના કિસ્સા અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, હું ત્યારે કિશોરાવસ્થામાં હતી, મારી ફ્રેન્ડસ સાથે ફિલ્મ જોવા ગઇ હતી. ઇન્ટરવલમાં જ્યારે અમે પોપકોર્ન લઇ પરત ફરી રહ્યાં હતા ત્યારે એક વ્યક્તિએ મને પાછળથી પકડી લીધી હતી, તેણે મને ખોટી રીતે અડવાનો પ્રયત્ન કર્યો હતો. હું ખૂબ ડરી ગઇ હતી.

અહીં વાંચો - 14 વર્ષની સોનમ કપૂર સાથે જ્યારે શારીરિક અડપલા થયા ત્યારે..

{promotion-urls}

English summary
Balika Vadhu actress Mahi Vij reveal something shocking detail about her molester experience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X