• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG : નાનકડો ‘જગિયા’ આટલો મોટો ક્યારે થઈ ગયો..!?

|
Google Oneindia Gujarati News
મુંબઈ, 28 નવેમ્બર : અવિનાશ મુખર્જી યાદ છે..? આપણી નાનકડી આનંદીના નાનકડા હુકુમ સા... તે જ કે જેમની સાથે અવિકા ગોર (આનંદી)ના બાળ લગ્ન જોતા આપને બહુ મજા પડી હતી. તે છોટા જગિયા હવે બહુ મોટો થઈ ગયો છે અને તેમના નવા સ્માર્ટ ડૅશિંગ અવતારને જોઈ આપ પણ આશ્ચર્યમાં પડી જશો.
balika-vadhu-5
બાલિકા વધુ સીરિયલમાં અગાઉ જગિયા ઉર્ફે જગદીશનો રોલ કરનાર અવિનાશ મુખર્જીએ એકતા કપૂર નિર્મિત નવા શો ઇતના કરો ના મુઝે પ્યાર દ્વારા ટેલીવિઝન જગતમાં કમબૅક કર્યું છે.
રોનિત રૉય તથા પલ્લવી કુલકર્ણીના લીડ રોલ ધરાવતી ઇતના કરો ના મુઝે પ્યાર સીરિયલમાં અવિનાશ બન્યા છે રોનિતના મોટા પુત્ર. અવિનાશ ક્યૂટ અને એંગ્રી યંગ મૅન નજરે પડી રહ્યા છે. તેમનો લુક દર્શકોને ગમી રહ્યો છે.
ઇતના કરો ના મુઝે પ્યાર શોમાં અવિનાશ પોતાની એન્ટ્રીમાં નાના ભાઈને વઢતા અને મોટા એટીટ્યુડ સાથે મારતા નજરે પડ્યાં. એક અન્ય સીનમાં તેઓ પોતાની માતા માટે નફરત દર્શાવતા પણ નજરે પડ્યાં. આશા છે કે અવિનાશના નવા અવતારને પણ દર્શકો એટલો જ પ્રેમ કરશે કે જેટલા નાના જગિયાને મળ્યો હતો.

English summary
Balika Vadhus kid Jagiya Avinash Mukherjee when seen a few years back in Sanskaar was looking like an elaborated version of his childself. But now years after he is back, the stud.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X