For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદલાઈ ગયો ‘અંગૂરી ભાભી’ નો અંદાજ, બિકિનીમાં શેર કર્યો ફોટો

અંગૂરી ભાભી એટલે કે શુભાંગિ અત્રેના આ ફોટા જોઈને તેમના ફેન્સ પણ વિશ્વાસ નથી કરી શકતા કે આ એ જ ભાભી છે જે શો માં 6 ગજની સાડી પહેરે છે.

|
Google Oneindia Gujarati News

ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હે' ની અંગૂરી ભાભીએ પોતાનો દેશી લુક છોડીને મોર્ડન લુક અપનાવી લીધો છે. અંગૂરી ભાભી એટલે કે શુભાંગિ અત્રેના આ ફોટા જોઈને તેમના ફેન્સ પણ વિશ્વાસ નથી કરી શકતા કે આ એ જ ભાભી છે જે શો માં 6 ગજની સાડી પહેરે છે. શુભાંગીનો આ મોર્ડન અંદાજ થાઈલેન્ડમાં જોવા મળ્યો જ્યાં તે રજાઓ માણી રહી છે. ત્યાંથી શુભાંગીએ પોતાના ફેન્સ માટે બિકિનીમાં એક ફોટો શેર કર્યો છે જે વાયરલ થઈ ગયો છે.

‘અંગૂરી ભાભી' નો બદલાયો અંદાજ

‘અંગૂરી ભાભી' નો બદલાયો અંદાજ

‘ભાભીજી ઘર પર હે' ની અંગૂરી ભાભી હવે એકદમ મોર્ડન થઈ ગઈ છે. હંમેશા સાડીમાં જોવા મળતી શુભાંગીએ બીચ પર પહોંચતા જ બિકિની બેબવાળો લુક અપનાવી લીધો છે. કહે છે ને કે જેવો દેશ એવો વેશ. થાઈલેન્ડમાં રજાઓ માણી રહેલી શુભાંગીએ પોતાના ફેન્સ માટે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શેર કર્યો બિકિનીમાં ફોટો

શેર કર્યો બિકિનીમાં ફોટો

આ ફોટોમાં શુભાંગી બિચ પર મસ્તી કરતી દેખાઈ રહી છે. તેમણે ગુલાબી અને કાળા રંગની બિકિની પહેરી છે. ફોટો શેર કરતા શુભાંગીએ લખ્યુ, "તેણે દરરોજ આત્મવિશ્વાસ ઓઢ્યો અને કોઈની પણ અસુરક્ષાને પહેરવાનો ઈનકાર કરી દીધો." ભાભીજીનો આ ફોટા પર હજારો લાઈક આવ્યા છે અને ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી.

ફેન્સનો ગમ્યો ભાભીનો નવો અંદાજ

ફેન્સનો ગમ્યો ભાભીનો નવો અંદાજ

એક ફેને લખ્યુ કે આ બહુ જ સુંદર ફોટો છે. વળી, એકે લખ્યુ કે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. ફેન્સે તેમના કેપ્શનની પણ ખૂબ પ્રશંસા કરી. એક ફેને લખ્યુ, "આ મારુ અત્યાર સુધીનું વાંચેલુ સૌથી બેસ્ટ કેપ્શન છે. ખૂબ પ્રેમ." શુભાંગી અત્રે એન્ડ ટીવીની હીટ સીરિયલ ‘ભાભીજી ઘર પર હે' માં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવી રહી છે. શિલ્પા શિંદેએ શો છોડ્યા બાદ શુભાંગી આ ભૂમિકા નિભાવી રહી છે અને તેમને ફેન્સનો એટલો જ પ્રેમ મળી રહ્યો છે.

English summary
Bhabi Ji Ghar Par Hain's 'Angoori Bhabhi' Shubhangi Atre Stuns In A Bikini, Photo Gone Viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X