Bigg Boss 13: કન્ટેસ્ટન્ટની ફીસ ડિટેલ, સિદ્ધાર્થ-અસીમને સૌથી ઓછી, રશ્મિને આટલા લાખ!
બિગ બૉસ 13 હાલમાં ટીઆરપી સાથે સોશિયલ મીડિયા પર છવાયેલુ છે. આ વખતની સિઝન પોતાની ગઈ બધી સિઝનથી ઘણી દમદાર અને રેકોર્ડતોડ ગણવામાં આવી રહી છે. આનુ કારણ આ વખતના કન્ટેસ્ટન્ટ છે. શરૂઆતનો એક મહિનો શોના બધા કન્ટેસ્ટન્ટે મારપીટથી લઈને રોમાંસ સુધી બિગ બૉસમાં દરેક પ્રકારનુ એન્ટરટેઈનમેન્ટ બતાવ્યુ. જેનો સિલસિલો હજુ સુધી ચાલુ છે. આના કારણે જ શોને 5 વીક અને આગળ હજુ આનો ફિનાલે ફેબ્રુઆરીમાં કરવામાં આવશે.

નંબર 1 પર કોણ છે
જો કે આ સિઝનમા જે ત્રણ કન્ટેસ્ટન્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેમને બધા કન્ટેસ્ટન્ટના મુકાબલે સૌથી ઓછી ફી આપવામાં આવી રહી છે. અમે વાત કરી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લા, શહેનાઝ ગિલ અને અસીમ રિયાઝની. ચાલો તમને જણાવીએ કે ઘરની અંદર કન્ટેન્ટ આપવા માટે આ બધા કન્ટેસ્ટન્ટને કેટલી ફી આપવામાં આવી રહી છે. અહીં જુઓ નંબર 1 પર કોણ છે અને છેલ્લા નંબર પર કોણ છે.

રશ્મિ દેસાઈ-દેબોલીના ભટ્ટાચાર્ય
બિગ બૉસ 13ના એક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના રિપોર્ટ અનુસાર રશ્મિ દેસાઈ અને દેવોલીનાને સૌથી વધુ ફીસ આપવામાં આવી રહી છે. રશ્મિ દેસાઈને 15 લાખ અને દેવોલીનાને 12 લાખ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃદીપિકા પાદુકોણની 'છપાક'નુ ટ્રેલર રિલીઝ થતા આવ્યા ન્યૂઝ, ફિલ્મથી નારાજ છે એસિડ એટેક પીડિતા

સિદ્ધાર્થ શુક્લાને આટલી ફીસ
એવુ કહેવાઈ રહ્યુ છે કે આ વખતે બિગ બૉસ 13નો અસલી ટીઆરપી કિંગ બીજો કોઈ નહિ પરંતુ સિદ્ધાર્થ શુક્લા છે. સિદ્ધાર્થ શુક્લાને 9 લાખ ફીસ આપવામાં આવી રહી છે. વળી, ભોજપુરી સુપરસ્ટાર ખેસાલી લાલ યાદવને 8.5 લાખ ફીસ આપવામાં આવી છે.

વિશાલ-મધુરિમા અને હિંદુ્સ્તાની ભાઉ
વિશાલને આ શો માટે 8 લાખ અને મધુરિમાને તેમનાથી થોડા ઓછા 5 લાખની ફી આપવામાં આવી છે. હિંદુસ્તાની ભાઉ ઘરથી બહાર થઈ ગયા છે. પરંતુ તેમની ફી 7.5 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.

શેફાલી-શહેનાઝ-હિમાંશી
શેફાલી ઝરીવાલાને 7.5 લાખ મળી રહ્યા છે. વળી, શહેનાઝને આ સિઝન માટે 4.5 લાખ રૂપિયા ફીસ આપવામાં આવી રહી છે. આ સાથે તમને જણાવી દઈએ કે હિમાંશી ખુરાનાને 4 લાખ ફીસ આપવામાં આવી.

આરતી-અરહાન
આરતી સિંહને 1.3 લખ, વળી, રશ્મિ સાથે પોતાના રોમાન્સને બતાવવા માટે 1.2 લાખ રૂપિયા ફીસ આપવામાં આવી છે.

સૌથી અંતમાં અસીમની ફી
છેલ્લે નામ આવે છે માહિરા, પારસ અને અસીમનુ. માહિરાને 90 હજાર, પારસ છાબડાને 65 હજાર અને અસીમ રિયાઝને 60 હજારની ફીસ આપવામાં આવી રહી છે.
View this post on InstagramA post shared by Big Boss 13 (@bigboss.13_official_) on