• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોફિયાની ફરિયાદે બિગ બૉસમાં પોલીસ, અરમાન કોહલીની ધરપકડ

|

લોનાવાલા, 17 ડિસેમ્બર : અંતે તે જ થયું કે જેનો ભય હતો અને જે અત્યાર સુધી કોઈ પણ ટેલીવિઝન શોમાં નહોતુ થયું. અમે વાત બિગ બૉસની કરીએ છીએ. આ શોના સ્પર્ધક અરમાન કોહલીની લોનાવાલા પોલીસે સોમવારે રાત્રે બિગ બૉસના ઘરમાંથી ધરપકડ કરી છી. અરમાનની ધરપકડથી માત્ર બિગ બૉસના સ્પર્ધકો જ નહીં, પણ દર્શકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયાં છે. અરમાન કોહલી તો હાલ પોલીસની શકંજામાં છે, પણ તેમની ધરપકડે તેવા લોકોના મોઢે તાળા વાગી ગયાં છે કે જેઓ સોફિયા હયાતની ફરિયાદને હળવાશથી લેઈ તેને પબ્લિસિટી સ્ટંટ બતાવતા હતાં.

નોંધનીય છે કે બિગ બૉસ હાઉસના સૌથી મહત્વના સ્પર્ધકોમાંના એક અરમાન કોહલી સામે ગત સપ્તાહે શોમાંથી બહાર નિકળેલા અભિનેત્રી સોફિયા હયાતે પોલીસ સ્ટેશને મારઝુડનો કેસ નોંધાવ્યો હતો. સોફિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે અરમાને તેમની સાથે બિગ બૉસ હાઉસમાં મારઝુડ કરી અને દુર્વ્યવહાર કર્યો. અરમાને તેમની સાથે ગંદી નિવેદનબાજી પણ કરી. શોની અંદર અપાયેલ એક ટાસ્ક દરમિયાન અરમાને તેમને ઝાડુ વડે મારી હતી. સોફિયાએ જે મારઝુડનો ઉલ્લેખ કર્યો છે, તે શો 4થી ડિસેમ્બર પ્રસારિત થયો હતો, પણ તેને એડિટ કરી નંખાયો હતો.

સોફિયાનો દાવો છે કે રૉ ફુટેજમાંથી તેમની વાત સમ્પૂર્ણ સાચી સાબિત થઈ જશે. અરમાન કોહલી વિરુદ્ધ પોલીસે કેસ નોંધી તેમની ગઈકાલે રાત્રે બિગ બૉસમાંથી ધરપકડ કરી છે. સોફિયા હયાતને વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી મળી હતી. સોફિયા હયાતે શોની અંદર તનીષા મુખર્જી, અરમાન કોહલી તથા એઝાઝ સાથે ખૂબ ઝગડો કર્યો હતો. આ માસના અંતે શોના વિનરની જાહેરાત કરવામાં આવવાની છે, પણ અરમાનની ધરપકડે શોને નવો વળાંક આપતાં આયોજકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

English summary
The Lonavala police arrested actor Armaan Kohli from the 'Bigg Boss' house on Monday night for allegedly assaulting his co-participant and British actress-singer Sofia Hayat. He will be produced in the Wadgaon Maval court on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X