બિગ બૉસની એક્સ કન્ટેસન્ટન્ટ બિનાફશાના બિકીની ફોટા વાયરલ
મુંબઈઃ બિગ બૉસ 12ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી બિનાફશા સૂનાવાલા આ ઠંડીની સિઝનમાં ગરમી વધારી રહી છે અને આનુ કારણ છે ગોવાથી તેના બિકીનીવાળા ફોટા. બિનાફશાએ ગોવાના બીચ પર સમુદ્રની રેતનો પૂરો ફાયદો ઉઠાવીને ખૂબ જ હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે આ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને હાલમાં આ ફોટાને 40 હજારથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. હાલમાં જ બિનાફશા સૂનાવાલા અને પ્રિયાંક શર્માના બ્રેકઅપના સમાચારો હતા.

પ્રિયાંક-બિનાફશાનુ બ્રેકઅપ
પ્રિયાંક શર્મા અને બિનાફશા સૂનાવાલા, બંને એમટીવીટ રોડીઝના કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યા છે જે બિગ બૉસ સિઝન 12માં આવ્યા હતા. ત્યારબાદ બંનેએ પોતાના ડેટિંગના સમાચારો પર મૌન સાધ્યુ હતુ પરંતુ હાલમાં જ બિનાફશાના જન્મદિવસ પર પ્રિયાંકે પોતાના પ્રેમનુ એલાન કર્યુ હતુ. જો કે હવે પ્રિયાંકના ઈન્સ્ટાગ્રામ પર ના એ પોસ્ટ છે અને ના બિનાફશા સાથેના કોઈ ફોટા. વળી, બંને ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને અનફોલો કરી ચૂક્યા છે.

બિનાફશાના બિકીની ફોટા
હાલમાં બ્રેકઅપના સમાચારો વચ્ચે બિનાફશા ગોવામાં રજાઓ માણી રહી છે અને તેના ફોટાથી તો એ સ્પષ્ટ છે કે તે આ રજાનો પૂરો આનંદ ઉઠાવી રહી છે.

બીચના ફોટા
બિનાફશાએ ગોવાના બીચથી પોતાના ફોટા શેર કર્યા. ઉલ્લેખનીય છે કે બિનાફશાએ પોતાના કરિયરની શરૂઆત એમટીવી રોડીઝ સાથે કરી હતી. તે એક રિયાલિટી શો છે જેમાં બિનાફશાએ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો.

કરણ કુંદ્રાની ટીમનો હિસ્સો
રોડીઝમાં બિનાફશા કરણ કુંદ્રાની ટીમનો હિસ્સો હતી. ત્યારબાદ તેણે રોડીઝના કન્ટેસ્ટન્ટ વરુણ સુદને ડેટ કર્યો. સાથે જ બિનાફશાએ એમટીવીમાં વીજે તરીકે કામ કર્યુ.

કૉન્ટ્રોવર્સીનો શિકાર
પોતાની ડેટિંગ લાઈફના કારણે બિનાફશા ઘણી કૉન્ટ્રોવર્સીનો શિકાર પણ થઈ પરંતુ તેણે સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ્સને જવાબ આપ્યા.
Pics: બાલિકા વધૂ ફેમ અવિકા ગૌરનુ સેક્સી ટ્રાન્સફોર્મેશન