• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બોસ 10: ઓમ સ્વામી અને મનુ બંન્ને થયા બેઘર, જાણો કેમ?

By Shachi
|

બિગ બોસ હાઉસમાં અવનવી ઘટનાઓ ઘટતી જ રહે છે, હાલની લેટેસ્ટ શોકિંગ ન્યૂઝ એ છે કે ઓમ સ્વામીનું નોમિનેશનમાં નામ ન હોવા છતાં તેમને બિગ બોસ 10ના હાઉસની બહાર કાઢવામાં આવ્યા છે! એટલું જ નહીં મનુ પંજાબી પણ ઘરથી બેઘર થઇ રહ્યો છે.હવે ઓમ સ્વામીના બેઘર થવાનું કારણ તેમનું મિસબિહેવિયર છે કે પછી બિગ બોસ 10 ઘરની બહાર તેમના રજિસ્ટર થયેલો કેસ, તે હજુ સ્પષ્ટ નથી.

પણ મનુ પંજાબી જે કારણે ઘરની બહાર થઇ રહ્યો છે તે કારણ ખરેખરમાં ગમગીન છે. ત્યારે બિગ બોસ 10માં હાલ શું બની રહ્યું છે કેમ એક સાથે બે લોકોના નોમિનેશન વગર બહાર જવાની સંભાવના ઊભી થઇ છે તેવી તમામ ચટપટી ખબરો વાંચો અહીં...

બાની છે સેફ!

બાની છે સેફ!

બિગ બોસ 10 ના હાઉસમાં આ અઠવાડિયે વીજે બાની, જેસન શાહ, રાહુલ દેવ અને એલેના કાઝેન એલિમિનેશન માટે નોમિનેટ થયા હતા, ઓમ સ્વામીનું નામ આ લિસ્ટમાં હતું જ નહીં. ઉપલબ્ધ જાણકારી મુજબ સલમાન ખાન આ લિસ્ટમાંથી માત્ર બાનીને સેફ જાહેર કરશે.

આ અઠવાડિયે કોઇ એલિમિનેશન નહીં?

આ અઠવાડિયે કોઇ એલિમિનેશન નહીં?

એવી પણ ખબરો આવી રહી છે કે, આ અઠવાડિયે કોઇ એલિમિનેશન થશે નહીં. તો શું નોમિનેટ થયેલા તમામ સ્પર્ધકો સેફ છે?

ખલનાયક ખુરશી

ખલનાયક ખુરશી

વધુમાં, ખલનાયક ખુરશીમાં પ્રિયંકા જગ્ગાએ ઓમજીનું નામ સજેસ્ટ કર્યું છે અને ઓમજીએ ખૂબ ખુશ થઇ આ વાત એકસેપ્ટ કરી છે. સાથે જ ગૌરવ ચોપરાને પણ ખલનાયક ખુરશી પર બેસાડવામાં આવશે.

મોના અને વિક્રાંત

મોના અને વિક્રાંત

આગળ ખબર આવ્યાં હતાં કે મોનાલિસાનો બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત આ શોમાં જોવા મળશે. તમને ખ્યાલ જ હશે કે વિક્રાંતને મોના અને મનુની ક્લોઝ ફ્રેન્ડશિપ સામે વાંધો છે. હવે જોવાનું એ છે કે આ શો પર એકબીજાની સામે આવતાં બંને કઇ રીતે રિએક્ટ કરશે!

મનુ પંજાબી પણ ઘરની બહાર!

મનુ પંજાબી પણ ઘરની બહાર!

લેટેસ્ટ જાણકારી અનુસાર મનુ પંજાબી પણ ઘરની બહાર જશે. મનુ પંજાબીની માતાનું મૃત્યુ થતાં તેમણે અચાનક જ ઘર છોડવાની પરિસ્થિતિ ઊભી થઇ છે. આ પહેલાંની સિઝનમાં પણ કિથ સિકેરાના કોઇ સ્નેહીના મૃત્યુના સમાચાર મળતાં તેણે ઘર છોડ્યું હતું, પરંતુ થોડા સમય બાદ તે ફરીથી બિગ બોસ હાઉસમાં પાછી ફરી હતી. મનુ પંજાબી બિગ બોસ 10 ના મજબૂત સ્પર્ધક છે. મનુની ફિયોન્સી પ્રિયાના આ શો પર આવવાની પણ ખબરો આવી હતી. હવો જોવાનું એ છે કે, મનુ પોતે આ શો પર પાછા ફરશે કે કેમ!

મનુ અને પ્રિયા

મનુ અને પ્રિયા

મનુ પંજાબીની ફિયોન્સી પ્રિયા આ શો પર હાજર રહેવાની ખબરો હતી. દેખીતી રીતે જ પ્રિયા પણ મનુ અને મોનાની વધતી ફ્રેન્ડશિપથી અપસેટ છે અને તે અગાઉ પોતાની નારાજગી મોના સામે વ્યક્ત પણ કરી ચૂકી છે.

માનવીરની ભાભી

માનવીરની ભાભી

માનવીર ગજ્જરની ભાભી પણ બિગ બોસ 10 ના ઘરમાં આવવાની હતી. લાગે છે કે આ વખતે બિગ બોસ 10 ના સ્પર્ધકોને પોતાના ગૂંચવાયેલા સંબંધો સામે પણ ઝીંક ઝીલવી પડશે.

ઓમ સ્વામીનો કેસ

ઓમ સ્વામીનો કેસ

એક એગ્રગણ્ય દૈનિકના અહેવાલ મુજબ, બિગ બોસ 10 લોન્ચ થયાના બે દિવસ પહેલાં જ ઓમ સ્વામીના નામનું વોરન્ટ જાહેર થયું હતું અને ઓમ સ્વામી તરફથી કોઇએ કોર્ટમાં હાજરી પુરાવી નહોતી. આથી હવે દિલ્હી કોર્ટ દ્વારા પોતાને ભગવાન ગણાવતા આ ઓમ સ્વામી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરેન્ટ જાહેર કરાયું છે. ઓમ સ્વામી પર તેમના જ ભાઇ પ્રમોદ ઝાએ ચોરીનો કેસ દાખલ કર્યો છે અને એવી પણ ફરિયાદ છે કે અનેક ફોન કોલ કર્યાં છતાં પણ ઓમ સ્વામી કોર્ટમાં હાજર થયા નથી. આથી જ કોર્ટે ઓમ સ્વામીને 3 ડિસેમ્બરના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. ઓમ સ્વામી પર તેમના જ ભાઇની દિલ્હીમાં આવેલી સાયકલ શોપમાંથી 11 સાયકલ અને કેટલાક મહત્વના ડોક્યૂમેન્ટ્સની ચોરીનો આરોપ છે.

સ્વામી આઉટ?

સ્વામી આઉટ?

સૌને ખબર જ છે કે આવા લિગલ કેસમાં રિસ્ક લેવું બિગ બોસને પસંદ નથી અને માટે ઓમ સ્વામીને ઘર છોડવાની ફરજ પડી છે. જો કે, આ પહેલાં પણ એકવાર ઓમ સ્વામીને બિગ બોસ 10 ના હાઉસમાંથી કાઢી સિક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે આ કેસ સોલ્વ થઇ ગયા બાદ તેમને ફરીથી બિગ બોસ 10 માં એન્ટ્રી મળે છે કે નહીં!

સૌને ખબર જ છે કે આવા લિગલ કેસમાં રિસ્ક લેવું બિગ બોસને પસંદ નથી અને માટે ઓમ સ્વામીને ઘર છોડવાની ફરજ પડી છે. જો કે, આ પહેલાં પણ એકવાર ઓમ સ્વામીને બિગ બોસ 10 ના હાઉસમાંથી કાઢી સિક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે આ કેસ સોલ્વ થઇ ગયા બાદ તેમને ફરીથી બિગ બોસ 10 માં એન્ટ્રી મળે છે કે નહીં!

English summary
Om Swami is out of the Bigg Boss 10 house. Sneak Peek from the weekend episode.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more