બિગ બૉસ 10: લૉંડ્રી ટાસ્કથી કંટેંટસ્ટંટની હાલત ખરાબ!

Written By:
Subscribe to Oneindia News

અમે તમારા માટે લઇને આવ્યા છે બિગ બૉસ 10 ની લેટેસ્ટ અપડેટ. 25 ઑક્ટોબરે બિગ બૉસમાં શું થયુ તે બધી જાણકારી અમે આપને આપી રહ્યા છીએ. આ એપિસોડની શરુઆત 'ઇટ હેપંસ ઓંલી ઇન ઇંડિયા' ગીતથી થઇ. ત્યાં જ મનુ પંજાબી અને સ્વામીજીનો ઝઘડો પણ થયો.

લૉંડ્રી ટાસ્કમાં શું થયુ ?

લૉંડ્રી ટાસ્કમાં શું થયુ ?

બિગ બૉસના ઘરના લોકોને બિગ બૉસ લૉંડ્રીનું ટાસ્ક આપે છે. આ ઘરનું લક્ઝરી બજેટ કાર્ય છે. આ ટાસ્કમાં ઘરની સત્તા માટે બંને ટીમો વચ્ચે લડાઇ થશે. તેમણે બિગ બૉસ દ્વારા આપવામાં આવેલ કપડા ધોઇને, પ્રેસ કરીને તેને ડિલિવર કરવાના છે.

મનુનો મોનાલીસાને દિલાસો

મનુનો મોનાલીસાને દિલાસો

મોનાલિસા અને મનુએ વાત કરી કે લોકો તેમના વચ્ચેની દોસ્તીને ખરાબ રીતે જોઇ રહ્યા છે. મોનાએ રડતા રડતા કહ્યુ કે અત્યારે પણ એ લોકો બંનેને વાત કરતા જોશે તો અલગ જ સમજશે. મનુ તેને સમજાવે છે કે તેણે નૉર્મલ રીતે જ તેને ટચ કરીને વાત કરી હતી તેનો ઇરાદો કોઇ ખોટો નહોતો. મનુને એ વાતથી પણ ગુસ્સો આવતો હતો કે સેલેબ્સ મોનાને ભડકાવી રહ્યા છે.

મોના રડી પડી

મોના રડી પડી

મોના કહે છે કે ઘરમાં બધા તેના વિશે વાત કરી રહ્યા છે એટલે તેને ખરાબ લાગી રહ્યુ છે. મનુ કહે છે કે થોડા દિવસની વાત છે પછી બધા પોતપોતાના ઘરે હશે. તેણે આ બધી ચિંતા ન કરવી જોઇએ.

રોહન બન્યો લૉંડ્રી ઇંસ્પેક્ટર

રોહન બન્યો લૉંડ્રી ઇંસ્પેક્ટર

આમાં રોહન અને નિતિભાને ક્વૉલિટી ઇંસ્પેક્ટર બનાવવામાં આવે છે જે તેમના કામનું ઇંસ્પેક્શન કરશે.

 
English summary
Bigg Boss 10 october 25 update.
Please Wait while comments are loading...