ક્લીવેજ-મોટાપા પર ટ્રોલ થયા બાદ રશ્મિ દેસાઈ ભડકીઃ ‘મારુ શરીર, મારી મરજી'
બિગ બૉસ 13 બાદ રશ્મિ દેસાઈ સંપૂર્ણપણે પોતાની અંગત જિંદગી માટે છવાઈ ગઈ છે. શો દરમિયાન જ્યાં તેણે અરહાન સાથે પોતાના સંબંધ પર ખુલીને વાત કરી. ત્યાં શો ખતમ થયા પહેલા તેની સાથે બ્રેકઅપ પણ કરી લીધુ. શોમાંથી બહાર નીકળ્યા બાદ રશ્મિ દેસાઈ માત્ર મીડિયા ઈન્ટરવ્યુમાં બિઝી છે. જ્યાં તે પોતાના લગ્ન, છૂટાછેડા અને મોટાપા પર બેઝીઝક વાત કરી રહી છે.

રશ્મિએ કાઢી ભડાશ
આ વખતે રશ્મિએ પોતાના વજન માટે ટ્રોલ થવા અંગે પોતાનુ મંતવ્ય રાખ્યુ છે. ટ્રોલ કરનારાને રશ્મિએ આકરો તમાચો માર્યો છે. પોતાની ભડાશ કાઢી છે. ચાલો જાણીએ કે રશ્મિ દેસાઈએ શું કહ્યુ છે. અહીં વાંચો આ અંગેની આખી વાતચીત

લો ક્લીવેજના કારણે
રશ્મિએ જણાવ્યુ કે તેને ડગલેને પગલે લોકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. મને મારી સાઈઝ, મેકઅપ, કપડા, લો ક્લીવેજના કારણે ઘણી વાર ટ્રોલ થવુ પડ્યુ છે.

લોકોને તેનાથી પણ વાંધો
તે આગળ કહે છે કે હું એ લોકોમાંથી છુ જેમનુ વજન વધતુ ઘટતુ રહે છે. લોકોને આનાથી પણ વાંદો છે. ઘણી વાર એવુ થાય છે તેમને મારા કપડા કે ડાંસ પસંદ નથી આવતો. એ તો એ પર પણ બોલે છે.

આ મારુ શરીર છે..
રશ્મિએ આગળ કહ્યુ કે તે જેવી છે, તેવી જ રહેશે. તેણે આગળ કહ્યુ કે હું એ લોકોને કહેવા ઈચ્છુ છુ કે આ મારુ શરીર છે. તો મારી મરજી. હું એની સાથે એ જ કરીશુ, જે મને ઠીક લાગશે. એ મારો હક છે.

ઘણા રોલ નિભાવે છે
મહિલાઓ વિશે રશ્મિએ કહ્યુ કે મને લાગે છે કે મહિલા દિવસ રોજ મનાવવો જોઈએ. અમે બધા બહુ શક્તિશાળી છીએ અને ઘણા કામ કરીએ છીએ. અમે અમારી જિંદગીમાં પત્ની, મા, બહેન, દીકરી અને ઘણા અલગ અલગ રોલ નિભાવીએ છીએ.

ડિપ્રેશન
રશ્મિએ એ પણ કહ્યુ કે છૂટાછેડા બાદ તે સંપૂર્ણપણે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેનાથી બહાર આવવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. જિંદગીનો એ સમય મારા માટે ઘણો મુશ્કેલ હતો. રશ્મિ કહે છે કે હું નહોતી ઈચ્છતી કે મારા અને નંદિશના છૂટાછેડા થાય.
આ પણ વાંચોઃ કરીના કપૂરે સારા અલી ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસોઃ ‘એણે મારા ઘરે...'