નિક્કી તંબોલીનુ સેક્સી ફોટોશૂટ, કોટના બટન ખોલીને આપ્યો બ્રાલેસ કાતિલ લુક, ફોટાથી લગાવી આગ
મુંબઈઃ બિગ બૉસ 14 બાદ પોતાની કાતિલ અદાઓથી ફરીથી નિક્કી તંબોલી કહેર વરસાવી રહી છે. નિક્કી તંબોલીએ એક વાર ફરીથી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક શેર કરી છે. નિક્કી તંબોલીએ પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કર્યો છે જેને જોયા બાદ તમે પોતાની નજર નહિ હટાવી શકો. કોટના બટન ખોલીને બ્રાલેસ થઈને નિક્કી તંબોલીએ પોતાનુ આ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે. નિક્કી તંબોલીના આ ફોટોશૂટમાં સ્ટાઈલ સાથે કેપ્શન પણ એટલુ જ હૉટ છે જેમાં નિક્કીએ ખુદને ટ્રોલ કરનારાને પણ એક વારમાં જોરદાર જવાબ આપી દીધો છે.

બ્રાલેસ લુક
નિક્કી તંબોલી ફોટામાં બ્રાલેસ લુકમાં દેખાઈ રહી છે. નિક્કી અહીં લેમન રંગનુ પેન્ટ અને મેચિંગ બ્લેઝરમાં સ્ટનિંગ લાગી રહી છે. નિક્કીએ માત્ર બ્લેઝર સાથે પોતાનુ આ ફોટોશૂટ કરાવ્યુ છે. બ્લેઝરને ઓપન રાખ્યુ છે.

નિક્કી તંબોલીનુ લેટેસ્ટ ફોટોશૂટ
આ લુકમાં નિક્કી તંબોલી જમીન પર બેસીને કિલર લુક કેમેરા માટે આપી રહી છે. માત્ર ડ્રેસ જ નહિ નિક્કીએ ખુદને ગ્લેમરસ મેકઅપ પણ આપ્યો છે. ન્યૂડ બ્રાઉન લિપ ગ્લૉઝ, કાજલ-મસ્કરા અને અઢળક હાઈલાઈટ સાથે પોતાના આખા લુકને લાજવાબ કરી દીધો છે.

નિક્કી તંબોલીનો લેટેસ્ટ લુક
નિક્કીએ આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ છે કે - હા, મને ખબર છે કે હું લાજવાબ છું. મને તમારા મંતવ્યની કોઈ પરવા નથી. નિક્કી તંબોલી સાથે ખતરો કે ખિલાડીમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી શ્વેતા તિવારીએ પણ આ ફોટા પર ફાયરવાળી ઈમોજી શેર કરી છે.

નિક્કી તંબોલીનુ ગ્લેમર
અર્જૂન બિજલાનીએ પણ નિક્કી તંબોલીના આ લુકને પસંદ કર્યો છે. બિગ બૉસ 14માં નિક્કી તંબોલીની ખાસ દોસ્ત રૂબીના દિલેકે પણ નિક્કીના આ ફોટા પર ફાયર ઈમોજીવાળી કમેન્ટ શેર કરી છે.

નિક્કી તંબોલીને પરવા નથી
નિક્કી તંબોલીના આ ફોટાને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે દર્શકોના દિલમાં પણ નિક્કી તંબોલી રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર નિક્કીના સપોર્ટમાં તેના ઘણા ફેન્સ સતત તેના બધા લુકની પ્રશંસા કરે છે. વળી, અમુક લોકો તેને ટ્રોલ પણ કરે છે. નિક્કી તંબોલી કોઈની પરવા નથી કરતી અને સતત એક્ટિવ રહે છે.