Big Boss 14: સલમાન ખાનના શોમાં સૌથી મોંઘા સુપરસ્ટારની એન્ટ્રી, દર અઠવાડિયે મળશે 3 કરોડ
બિગ બૉસ 14માં આ વખતે મસાલા અને એન્ટરટેઈનમેન્ટ સામેલ કરવાની આખી તૈયારી થઈ રહી છે. પાછલા સીઝનમાં સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ, અસીમ રિયાજ અને શહનાજ ગિલે ટીઆરપીના બધા રેકોર્ડ તોડી નાખ્યા. આ વખતે ફરીથી શો માટે ટીવીના મોટા ચહેરાને સામેલ કરવાની કહાયત છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ શો માટે સૌથી વધુ ફી પર જેનિફર વિંગેટને લાવવામાં આવી રહી છે. બિગ બૉસ 2020 ટીવી પર 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. એવામાં પ્રોમો મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતેની સીઝન થોડી હટકે હશે.

જેનિફરની ફી
જેના માટે મેકર્સે તગડી તૈયારી કરી છે. કુલ મિલાવીને જોઈએ તો આ વખતે પણ ટીવીના કેટલાય લોકપ્રિય ચેહરા શોનો ભાગ બનશે. એવામાં જેનિફર વિંગેટની ફીસની ચર્ચાએ જોર પકડ્યું છે.

દર અઠવાડિયે 3 કરોડ મળશે
ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સ્ટાર જેનિફર વિંગેટની આ શોમાં એન્ટ્રી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને દર અઠવાડિયા માટે 3 કરોડ રૂપિયાની ફી આપવામાં આવશે. જો કે હજી સુધી આ અંગે જોડાયેલી સત્તાવાર જાણકારી સામે આવી નથી.

જેનિફર સાથે શિવિન નારંગ
બેહદ 2માં જેનિફર સાથે એક્ટ કરી ચૂકેલ હીરો શિવિન નારંગને પણ બિગ બૉસ 14નો પ્રસ્તાવ મળ્યો છે. તેમને પણ શોમાં આવવા માટે તગડી રકમ મળી છે.

જૈસમીન ભસીન
બિગ બૉસ 14 માટે કેટલાય નામ સામે આવ્યાં છે. જેમાંથી એક નામ જૈસમીન ભસીનનું પણ છે. જે પાછલા સીઝનમાં સિદ્ધાર્થ શુક્લાના સપોર્ટમાં આવી હતી.

નિયા શર્મા
દર વખતેની જેમ આ વખતે પણ નિયા શર્માનું નામ આ શો માટે ચર્ચામાં છે. નિયાને બિગ બૉસનો પ્રસ્તાવ કેટલીયવાર મળી ચૂક્યો છે.

આ બધા સ્ટાર્સના નામ પણ ચર્ચામાં
આની સાથે જ હાઈ ફી સાથે જે લોકોના નામ ચર્ચામાં બનેલા છે તેમાં કરણ કુંદ્રા, સુરભિ જ્યોતિ, વિવિયન ડીસેન અને ઈશ્કમાં મરજાવાં ટીવી શો ફેમસ અલીશા પવારનું નામ પણ સામેલ છે.