'મારી સાથે લગ્ન અને ડિવોર્સ વિના 4 લોકો સાથે અફેર' પતિના આરોપો પર પવિત્રાએ તોડ્યુ મૌન
નવી દિલ્લીઃ ટેલીવિઝનના જાણીતા શો બિગ બૉસને હંમેશાથી લોકો પસંદ કરતા આવ્યા છે. શોમાં આવતા પ્રતિસ્પર્ધીઓ ઘરમાં રહેવા દરમિયાન તો ચર્ચામાં રહે જ છે પરંતુ બહાર આવ્યા બાદ પણ ચર્ચામાં રહે છે. આ શોમાંથી હાલ જ પ્રતિયોગી તરીકે આવેલી પવિત્રા પુનિયા હવે શોમાંથી બહાર થઈ ગઈ છે. શોમાં તેના અને એજાજ વચ્ચે વધતી આત્મીયતા ઘણી ચર્ચાનો વિષય બની રહી. આ દરમિયાન હોટલ ચલાવનાર સુમિત મહેશ્વરી નામના એક બિઝનેસમેને દાવો કર્યો છે કે તે પવિત્રાનો પતિ છે. તેણે એ પણ કહ્યુ કે પવિત્રાએ તેની સાથે લગ્ન કર્યા બાદ 4 લોકો સાથે અફેર પણ કર્યા છે.

પવિત્રા- મારા માટે આ વધુ મહત્વપૂર્ણ નથી
આ આરોપો વિશે જ્યારે પવિત્રાને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યુ કે તે 'યોગ્ય સમય આવવા પર' જ કંઈ કહેશે. સાથે જ તેના માટે વર્તમાનમાં એ વધુ મહત્વપૂર્ણ નથી. સાથે જ તેણે સુમિત મહેશ્વરીના આરોપો પર કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. ક્યારેક સ્પ્લિટ્સવિલાનો હિસ્સો રહી ચૂકેલી પવિત્રા રવિવારે વીકેન્ડ કા વારમાં બિગ બૉસના ઘરમાંથી બહાર થઈ ગઈ છે. તેના એક દિવસ બાદ જ સુમિતે તેના પર આરોપ લગાવી દીધા. જ્યારે પવિત્રાએ શોમાં કહ્યુ હતુ કે તેની માત્ર સગાઈ થઈ હતી પરંતુ બાદમાં તે પણ તૂટી ગઈ.

'હું જલ્દી જવાબ સાથે આવીશ'
ડીએનએને આપેલા ઈન્ટરવ્યુમાં પવિત્રાએ કહ્યુ છે, 'હું જલ્દી જવાબ સાથે આવીશ. ઈમાનદારીથી કહુ તો આ મારા માટે બહુ મહત્વપૂર્ણ નથી. હું બસ એટલુ કહી શકુ કે કોઈની લાઈમલાઈટ પર ચાલવુ સારુ છે.' તેણે આગળ કહ્યુ, 'હું આ વિષય પર કંઈ નહિ કહુ પરંતુ આના પર હું બહુ જલ્દી બોલીશ. અત્યારે હું એજાજની યાદોમાં છુ. હુ માત્ર લાઈવ અને અનકટ વીડિયો જોઈ રહી છુ અને જોઈ રહી છુ કે તે મને કેટલુ યાદ કરી રહ્યા છે. હું તેનો આનંદ લઈ રહી છુ અને આ બેવકૂફ વિષયોના કારણે પોતાની યાદને ખરાબ નથી કરવા માંગતી.'

પારસ છાબડા પર શું કહ્યુ?
વળી, પારસ છાબડા સાથે પોતાના સંબંધ વિશે પવિત્રાએ કહ્યુ, 'જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રસિદ્ધિની સીડી ચડે છે, તો તે વ્યક્તિને નીચે ખેંચવા માટે કોઈને કોઈ વ્યક્તિ હોય છે. ત્યાં સુધી કે મારા પોતાના ઘરે આવતા પહેલા જ (બિગ બૉસના ઘરમાંથી બહાર થયા બાદ), હું આ બે લોકો(પારસ છાબડા અને માહિરા શર્મા) માટે સંપૂર્ણપણે તૈયાર હતી. પ્રતીક માટે હું કંઈ નહિ કહુ કારણકે તે એક સારા વ્યક્તિ છે. તેમના માટે મને પહેલેથી ખબર હતી કે જ્યારે હું બિગ બૉસ 14ના ઘરમાં પ્રવેશ કરીશ તો તે મારી પીઠ પાછળ બોલશે. મારા માટે તેમનુ કોઈ અસ્તિત્વ નથી.'

પારસે શું કહ્યુ હતુ?
તમને જણાવી દઈએ કે પવિત્રાએ તેની સાથે સંબંધમાં રહીને પોતાના પતિ સાથે ચીટિંગ કર્યુ છે. તેને એ વાતની ખબર ત્યારે પડી જ્યારે પવિત્રાના પતિએ તેને મેસેજ કરીને જણાવ્યુ કે પવિત્રા હજુ પણ પરિણીત છે. બાદમાં પછી સુમિતે પણ પારસની આ વાતને જ સાચી ગણાવી. આ સાથે જ પારસે કહ્યુ કે તે પવિત્રા વિશે પોતાનુ મોઢુ નથી ખોલવા માંગતો કારણકે તે શોમાં છે અને તેનાથી તેના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.