Bigg Boss 14: 'પુરુષોને ખૂણામાં લઈને જાય છે', રાખી સાવંત અને નિક્કી તંબોલી વચ્ચે ગંદી લડાઈ
Bigg Boss 14 News: બિગ બૉસ 14માં રાખી સાવત, અર્શી ખાન, કાશ્મીરા શાહ, મનુ પંજાબી અને રાહુલ મહાજનની એન્ટ્રી અને નિક્કી તંબોલી, એલી ગોનીના કમબેક બાદ શોમાં ઘણી ગરમી જોવા મળી રહી છે. ખાસ કરીને રાખી સાવંતને નિક્કી તંબોલી સાથે બિલકુલ નથી બનતુ. બંને વચ્ચે હવે લડાઈ એટલી વધી ગઈ છે કે રાખીએ નિક્કી પર અમુક એવી વાંધાજનક ટિપ્પણી કરી દીધી છે. રાખીએ નિક્કીને પુરુષોને લઈને ખૂણામાં જનારી કહી દીધી છે.

આ નિક્કી તો ચુગલખોર છે
ચેનલે બિગ બૉસના આવતા એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે. રાખી સાવંતે આ પ્રોમોમાં નિક્કી તંબોલી માટે ઘણી વાતો કહીને તેને કેરેક્ટરલેસ ગણાવી છે. રાખી કહે છે કે આ નિક્કી તો ચુગલખોર છે. એ પુરુષોને ખૂણામાં લઈને જાય છે. એ જાત-જાતની ચુગલબાજી કરે છે. આને બીજી રાખી સાવંત બનવાનો શોખ ચડ્યો છે.

નિક્કી મારો દોસ્ત ચોરવા માંગે છે
રાખી સાવંત કહેતી દેખાય છે કે આ નિક્કી ચુડેલ મારો દોસ્ત ચોરવા માંગે છે. આના પર નિક્કી કહે છે કે તે રાહુલ મહાજન સાથે 12 વર્ષની દોસ્તી ગણાવે છે પરંતુ 12 વાર પણ તેને મળી નથી. આના પર રાખી નિક્કીને કહે છે કે તે રાહુલ મહાજનને ચોરી લીધો છે. તુ લોકોના દોસ્ત ચોરી લે છે. ત્યારબાદ રાખી રાહુલને પણ પૂછે છે કે શું તે એવુ કહ્યુ છે કે હું તારી દોસ્ત નથી, તો પછી મારી પાસે કપડા કેમ ધોવડાવ્યા?
નિક્કી અને કાશ્મીરાની લડાઈમાં પણ મારી રાખીએ એન્ટ્રી
આ પહેલા નિક્કી અને કાશ્મીરા વચ્ચે જોરદાર લડાી થઈ હતી. નિક્કીએ કાશ્મીરાની ઉંમર વિશે કંઈક કમેન્ટ કરી. કાશ્મીરાએ નિક્કીને ચેતવણી આપીને કહ્યુ કે તે કોઈ કલાકારની ઉંમર પર કમેન્ટ ન કરે. નિક્કી અને કાશ્મીરાી લડાઈને શાંત કરવા માટે વચમાં રાખી સાવંતે એન્ટ્રી લીધી. રાખીએ નિક્કીને મજાકમાં કહ્યુ કે તુ એની ઉંમર નહિ કમર જો. રાખી સાવંતની બિગ બૉસમાં એન્ટ્રી બાદ કહેવામાં આવી રહ્યુ છે કે તેણે બધાનુ મનોરંજન કર્યુ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો રાખી સાવંત વિશે લખી રહ્યા છે. ઘણી વાર તો શોના હોસ્ટ સલમાન ખાન સાથે પણ રાખી મજાક કરતી દેખાય છે.
પ્રેગ્નેન્ટ છે નેહા કક્કડ, બેબી બંપ ફ્લૉન્ટ કરતો ફોટો વાયરલ