Bigg Boss 14: સિદ્ધાર્થ શુક્લા પર ગુસ્સે થઈ સારા, 'એક ટાસ્ક માટે કોઈના ખોળામાં કેવી રીતે નાચુ'
નવી દિલ્લીઃ કલર્સના લોકપ્રિય પરંતુ વિવાદિત શો 'બિગ બૉસ સિઝન 14' અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે. ગયા સોમવારે શોમાં પહેલુ એવિક્શન સિંગર સારા ગુરપાલનુ થયુ છે. ત્યારબાદથી સારા ગુરપાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઘણા લોકો સારા આઉટ થવાથી નાખુશ છે અને આના માટે બિગ બૉસના સીનિયર્સને દોષી ગણાવી રહ્યા છે. આ વિશે હવે સારા ગુરપાલે મોટુ નિવેદન આપ્યુ છે.

સારાએ સિદ્ધાર્થને દોષી ગણાવ્યો
એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ પોતાના બહાર થવાનો બધો દોષ સિદ્ધાર્થ શુક્લા પર નાખી દીધો છે. તેણે સાથે ગયા વર્ષના વિજેતા સિદ્ધાર્થ પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા છે. સારાએ કહ્યુ કે મને નવાઈ લાગે છે કે છેવટે મને ઘરમાં બહાર કેમ કાઢવામાં આવી, મે ઘરમાં બધા કામ કર્યા, દરેક નિયમનુ પાલન કર્યુ, ઘરમાં નિક્કી તંબોલી સિવાય કોઈને પણ મારી સાથે વાંધો નહોતો, નિક્કીએ તો મને નખથી નુકશાન ઈજાઓ કરી.

'એક ટાસ્ક માટે હું કોઈના ખોળામાં કેવી રીતે નાચુ'
પરંતુ હું તો પણ મારો ગુસ્સો પી ગઈ, ઘરના બધા લોકો મારી પાસે હાલ-ચાલ પૂછવા માટે આવ્યા હતા પરંતુ નિક્કી ના આવી, ગૌહર ખાન અને હિના ખાનને પણ મારાથી કોઈ વાંધો નહોતો પરંતુ એક સીનિયરને હું પસંદ નહોતી. હવે માત્ર એક ટાસ્ક માટે હું કોઈના ખોળામાં નાચુ, એ મારાથી થવાનુ નહોતુ, આના કારણે મને શોમાંથી બહાર કાઢી દેવામાં આવી, આ એકદમ ખોટુ છે, આ બધુ નેશનલ ટીવી પર કેવી રીતે સંભવ છે.

એવિક્શનનો નિર્ણય ઘરના સીનિયર્સનો હતો
તમને જણાવી દઈએ કે આ વખતે એવિક્શનનો નિર્ણય ઘરના સીનિયર સભ્યો હિના ખાન, સિદ્ધાર્થ શુક્લા અને ગોહર ખાને લેવાનો હતો. તેમણે સારાને સૌથી નબળી પ્રતિયોગી ગણાવી અને ઘરમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. આ નિર્ણય બાદ લોકો સીનિયર્સ પર ભડાશ કાઢી રહ્યા છે અને આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે, સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે સારાને શોમાંથી કાઢવાની નહોતી.
Twitter Down: ટ્વિટરે જણાવ્યુ કેમ ઠપ્પ થઈ હતી સર્વિસ