• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસ 14: ફેન્સે સલમાનને કહ્યો ચીટર, આપ્યો રૂબીનાને સાથ

|

બિગ બૉસ 14: વીકેન્ડ કા વાર, 18 ઓક્ટોબર - બિગ બૉસના વીકેન્ડ કા વારની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ હતુ રૂબીના દિલાઈકનો બિગ બૉસ સામે વિદ્રોહ. એક ટાસ્કમાં ઘરવાળાને બતાવવાનુ હતુ કે રૂબીના અને નિક્કીમાંથી કોના દિમાગમાં વધુ કચરો છે. રૂબીનાએ સ્પષ્ટ કહ્યુ કે આ અપમાનજનક છે. જો બિગ બૉસ ખુદ કહી રહ્યા છે કે રૂબીના અને નિક્કીના દિમાગમાં કચરો છે અને ઘરવાળા જણાવે કે કોના દિમાગમાં કચરો વધુ છે તો તે આ અપમાનનો હિસ્સો નહિ બને અને એવુ કોઈ ટાસ્ક નહિ કરે.

બાદમાં સલમાન ખાન રૂબીનાને સમજાવવાની કોશિશ કરી અને કહ્યુ કે કચરાનો અર્થ છે કોણ વધુ ભૂલો કરે છે. કચરો માત્ર એન્ટરટેઈનમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવેલો શબ્દ છે. જો કે રૂબીના સલમાન સાથે પણ સતત ચર્ચા કરી અને કહ્યુ કે ગયા સપ્તાહે જ્યારે ખુદને ગુડ, એવરેજ, એક્સીલન્ટ, પુઅરની કેટેગરીમાં વહેંચવાની હતી તો તમે કહ્યુ કે તમે લોકો પોતાના માટે લડ્યા નહિ. આજે જ્યારે હું મારા સમ્માન માટે લડી રહી છુ તો હું ખોટી છુ. જો કે સલમાનની વાતનુ માન રાખીને રૂબીનાએ ટાસ્ક તો કરી લીધુ પરંતુ સોશિયલ મીડિયાએ સલમાનને ધોઈ નાખ્યો છે અને રૂબીનાને બિગ બૉસની વિજેતા બનાવી દીધી છે. જુઓ લોકોએ આ એપિસોડ વિશે શું કહ્યુ -

નિક્કી ખુદ એટલી બદ્તમીઝ

નિક્કી ખુદ એટલી બદ્તમીઝ

એક યુઝરે લખ્યુ - રૂબીનાને આ ટાસ્કથી ત્યારે પ્રોબ્લેમ ના થતો જ્યારે આખુ ઘર એ ટાસ્ક કરતુ, પરંતુ તેને કચરો, નિક્કી તંબોલી સાથે કહેવામાં આવી રહી હતી. નિક્કી ખુદ એટલી છે કે કદાચ એટલા માટે રૂબીનાને ગુસ્સો આવ્યો.

સલમાન કરી રહ્યા છે પક્ષપાત

સલમાન કરી રહ્યા છે પક્ષપાત

અમુક લોકોએ સલમાન ખાનનો સાથે આપીને કહ્યુ કે મે સલમાનને આટલી શાંતિથી કોઈને સમજાવતા નથી જોયો જે રીતે તે રૂબીનાને સમજાવી રહ્યા હતા. જો કે અમુક લોકોએ સ્પષ્ટ કર્યુ કે સલમાન ખાન સંપૂર્ણપણે પક્ષપાત કરી રહ્યા હતા અને આ આખો શો નિક્કી તંબોલી અને તેની ટીમને સપોર્ટ કરવાનો શો બની ચૂક્યો છે.

પાક્કુ જીતી જશે

પાક્કુ જીતી જશે

એક યુઝર રૂબીનાની તર્કશક્તિથી ઘણી પ્રભાવિત હતી. આ છોકરી હાર માનનારી નથી. ખતમ થઈ ગયુ ફાઈનલી. આને વાદ વિવાદનો ટાસ્ક આપી દો, એ પાક્કુ જીતી જશે. એક યુઝર રૂબીનાની વાત કરવાની રીતથી ખૂબ પ્રભાવિત છે અને કહે છે કે રૂબીના કેટલી શાંતિથી અને પ્રેમથી પોતાની બધી વાત સમજાવે છે.

આજથી આ રાજ્યોમાં ખુલશે સ્કૂલો, જાણો શું છે ગાઈડલાઈન

English summary
Bigg Boss 14, Weekend Ka Vaar - Fans call Rubina queen and Salman partial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X