• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

pics : લોકોના ઇમોશન સાથે રમી જીતશે ડેલનાઝ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 જાન્યુઆરી : બિગ બૉસના ઘરમાં કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. બિગ બૉસના ઘરમાં પ્રતિસ્પર્ધીઓનું આ છેલ્લુ સપ્તાહ છે. હાલ ઘરમાં જે સભ્યો બચ્યાં છે તેમાં ડેલનાઝ ઈરાની, રાજીવ પૉલ, સના, ઉર્વશી, નિકેતન તથા ઇમામ સિદ્દીકીનો સમાવેશ છાય છે. આ છ પ્રતિસ્પર્ધીઓમાંથી કોઈ એકના શિરે આવતા સપ્તાહે બિગ બૉસના વિજેતાનો તાજ હશે અને હાથોમાં હશે એક કરોડની બૅગ. સૌ અનુમાન લગાવી રહ્યાં છે કે આખરે કોણ હશે આ શોનો વિજેતા.

બિગ બૉસે તો ઘરની અંદર એક પૉપ્યુલર મીટર પણ લગાવી દીધું છે કે જેની ઉપર દર રોજ લોકોના વોટના આધારે પ્રતિસ્પર્ધીની વિજયની રેટિંગ ડિસપ્લે થઈ રહી છે. દર રોજ સવારે ઉઠી બિગ બૉસ 6ના પ્રતિસ્પર્ધીઓ સૌ પ્રથમ તે મીટર જુએ છે અને જાણે છે કે તેમનું નંબર કયું છે. ગઈકાલ રાત સુધી આ મીટર મુજબ રાજીવ સૌથી નિચલા ક્રમે એટલે કે છઠા સ્થાને હતાં અને ડેલનાઝ સૌથી ઉપર એટલે કે પ્રથમ ક્રમે હતાં. બાકીના તમામ સભ્યો એ જ વિચારતાં હશે કે ડેલનાઝ જ આ વખતના વિજેતા બનશે, પરંતુ હકીકત તો એ છે કે હજુય ઘણો સમય છે આ મીટરની છેલ્લી અને ફાઇનલ રેટિંગ આવવામાં.

જોવા જઇએ તે ડેલનાઝની આટલી બધી લોકપ્રિયતાનું કારણ તેમનું ઇમોશન હોવું હોઈ શકે છે. વાતે-વાતે પોતાના અંગત જીવન અંગે રડવું. રાજીવને વિલન અને પોતાને હીરોઇન બતાવવું. આ કેટલીક એવી ટ્રિક્સ છે કે જે ડેલનાઝ યૂઝ કરી રહ્યાં છે અને સાથે જ દર્શકોના ઇમોશન સાથે રમત પણ રમી રહ્યાં છે. આ અગાઉ પણ પોતાના અંગત જીવનમાં દુઃખિયારી બનનાર શ્વેતા તિવારી બિગ બૉસ જીતી ચુક્યાં છે અને વધુ એક વાર પોતાના અંગત જીવનમાં દુઃખિયારી બનાર ડેલનાઝ બિગ બૉસ વિજેતા બનવાના આરે છે. તો બસ ઇંતેજાર કરો અને જુઓ કે શું આ વખતે પણ બિગ બૉસ મગજ નહીં, પણ ઇમોશનની રમત બનીને રહી જશે.

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ અને રાજીવ અગાઉ પતિ-પત્ની હતાં, પરંતુ થોડાંક વરસ અગાઉ જ તેમના છુટાછેડા થઈ ચુક્યાં છે. બિગ બૉસના સોમાં બંનેને સાથે લાવવા પાછળનું કારણ હતું કે બિગ બૉસ કદાચ એક જુદી પડેલી જોડીને ફરી મેળવી એક ઇતિહાસ રચવા માંગતા હશે. રાજીવે પણ પોતાના પુરતા પ્રયત્નો કર્યાં કે તેઓ ડેલનાઝને પુનઃ પોતાના જીવનમાં લાવી શકે, પરંતુ ડેલનાઝ ન માન્યાં.

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ અને રાજીવ વચ્ચે શો દરમિયાન અનેક વાર નિકટતાઓ પણ વધી અને લોકોને લાગ્યું કે બંને ફરીથી એક થઈ જશે, પરંતુ એવું થયું નહીં. બીજા પ્રતિસ્પર્ધીના પગલે ફરી બંને વચ્ચે ગેરસમજણો ઘર કરી ગઈ. રાજીવ અને ડેલનાઝ ભલે બિગ બૉસના ઘરમાં એક-બીજાથી જુદા રહેતાં હોય, પરંતુ કાયમ બંનેએ એક-બીજાની મદદ કરી છે.

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ જીતશે ?

રાજીવે શોની શરુઆતથી જ ક્યારેય ડેલનાઝને વોટ નથી આપ્યું. તેમણે પોતના તમામ મિત્રોને પણ જણાવ્યું કે તેઓ ડેલનાઝને વોટ ન કરે, જ્યારે દરેક નૉમિનેશનમાં રાજીવનું નામ હંમેશા રહેતુ હતું અને ડેલનાઝે પણ અનેક વાર રાજીવને વોટ કર્યું, કારણ કે ઘરના બાકીના સભ્યો સાથે ડેલનાઝની બૉડિંગ ખૂબ સારી હતી. ડેલનાઝે અનેક વાર રાજીવને જણાવ્યું પણ કે તેઓ તેમને ટચ ન કરે અને તેમની સાથે વધુ વાત પણ ન કરે, પરંતુ રાજીવ કાયમ ડેલનાઝને રિઝવવામાં વ્યસ્ત રહેતાં.

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ જીતશે ?

રાજીવ અને ડેલનાઝની અનેક અંગત વાતો પણ શો દરમિયાન ઉઠાવાઈ. લોકોને તેમની અંગત વાતોને શોને ઇંટરેસ્ટિંગ બનાવવાનું માધ્યમ માની લીધું. બિગ બૉસના બાકીના પ્રતિસ્પર્ધીઓએ પણ અનેક વાર બંનેને સમજાવી ફરી એક કરવાના પ્રય્તન કર્યો, પરંતુ તમામ મહેનત એળે ગઈ. રાજીવ અને ડેલનાઝ બિગ બૉસના શોમાં આવનાર પ્રથમ કપલ છે કે જેમના છુટાછેડા થઈ ચુક્યાં છે અને તેઓ એક સાથે શોમાં આવ્યાં છે. જોકે બંને વચ્ચેના અંતર ખતમ કરવામાં બિગ બૉસ સફળ ન થયાં.

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ જીતશે ?

બિગ બૉસે ડેલનાઝ અને રાજીવના ઘરના કેટલાંક સબ્યોને શોમાં બોલાવી તેમની સાથે મળવાનું કહ્યું. ડેલનાઝના ભાઈ બખ્તિયારે શોમાં આવી રાજીવ અને ઉર્વશીને ખૂબ ભાંડ્યાં અને સાથે જ ચેતવણી આપી કે તેઓ ડેલનાઝને હેરાન ન કરે અને તેમનાથી દૂર રહે. બખ્તિયાર આવતાં રાજીવ અને ડેલનાઝ વચ્ચેનો અંતર વધી ગયો. જોકે બાદમાં બિગ બૉસે પ્રયત્ન કર્યાં કે આ અંતર દૂર થાય, પરંતુ એવું થયું નહીં.

ડેલનાઝ જીતશે ?

ડેલનાઝ જીતશે ?

બિગ બૉસના ઘરમાં સભ્યોનું આ છેલ્લુ સપ્તાહ છે. દર્શકોના વોટોના આધારે અત્યાર સુધી ડેલનાઝ નંબર વન પર છે અને સાથે જ રાજીવ છેલ્લા ક્રમે. સૌને એમ જ લાગે છે કે ડેલનાઝ આ વખતે શો જીતશે. એવું મનાઈ રહ્યું છે કે ડેલનાઝની લોકપ્રિયતાનું કારણ તેમનું ઇમોશન હોવું હોઈ શકે છે. રાજીવને વિલન અને પોતાને હીરોઇન બતાવી ડેલનાઝ ટ્રિક્સ અપનાવી રહ્યાં છે.

English summary
Bigg Boss 6 contestant Delnaaz seems to become the winner of season 6. According to Bigg Boss popular meter Delnaaz is currently leading. Rajeev has lowest no of votes. Now people are saying Delnaaz will be the winner of Bigg Boss 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X