• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અરમાને તનીષા સમક્ષ કરી સેક્સની રિક્વેસ્ટ : વીડિયો લીક્ડ

|

લોનાવાલા, 6 ડિસેમ્બર : અરમાન કોહલી તથા તનીષા મુખર્જીનો પ્રેમ પૂરબહારમાં ખીલી રહ્યો છે અને હવે વાત સેક્સ સુધી પહોંચી ગઈ છે. તનીષા-અરમાનની નિકટતાઓ તનીષાના પરિજનોને હેરાન કરી રહી છે અને તેઓ તનીષાને બિગ બૉસમાંથી કઢાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ તનીષાના કારણે વધતી ટીઆરપી જોઈ બિગ બૉસ વાળા તેમને બહાર નિકળવા દેવા નથી માંગતાં. અરમાન-તનીષનાની નિકટતાઓ ચર્ચામાં આવી રહી છે અને સલમાન ખાન પણ બંનેને સમજાવવાનો પુરતો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ તેઓ પણ મજબૂર છે અને કંઈ પણ પ્રત્યક્ષતઃ કરી શકે તેમ નથી.

તાજેતરમાં જ અજય દેવગણ દ્વારા વાયમ 18ને અપાયેલ ચેતવણી બાદ એક દિવસ માટે અરમાનને બિગ બૉસના ઘરમાંથી કાઢી બોનસ રૂમ મોકલી દેવાયા હતાં, પણ ત્યાં પોતાના ગયા બાદ તનીષાને વધુ રડતા જોઈ અરમાન તેમને વધુ પસંદ કરવા લાગ્યાં. ઘરમાં ફરીથી આવ્યા બાદ અરમાન-તનીષાની નિકટતાઓ ઓર વધી ગઈ અને અરમાને તનીષાને અનેક વખત ગળે લગાડ્યાં. તેમના માથાને કિસ પણ કરી.

હવે તનીષા-અરમાનનો એક વીડિયો પણ લીક થયો છે કે જેમાં તનીષા મુખર્જી અરમાન કોહલી સાથે સેક્સની વાતો કરી રહ્યાં છે. અરમાન આ વીડિયોમાં તનાષાને કહે છે કે તેઓ સેક્સ વિના નથી રહી શકતાં અને ક્યારેક-ક્યારેક તો તેઓ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે. તેથી તનીષા પણ મજાક કરતાં તેમને જવાબ આપી રહ્યાં છે. વીડિયોમાં અરમાન એટલું ધીમેથી બોલી રહ્યા હતાં કે તેમનો અવાજ માઇક સુધી નહોતો આવતો. તનીષા મુખર્જી પણ ઘણી દબાયેલી જીભે વાત કરી રહ્યાં છે. વીડિયોમાં તનીષા-અરમાન સાથે બેઠાં છે અને સંગ્રામ સિંહ ઝાડૂ લગાવી રહ્યાં છે.

આ વીડિયોમાં અરમાન તનીષાને સેક્સ ડિઝાયર શાંત કરવાના બીજા ઉપાયો પણ જણાવી રહ્યાં છે અને તનીષા પણ અરમાનની વાતોની મજા લઈ રહી છે, પણ જ્યારે તનીષાને સમજાયું કે તેમની વાતો જુદી દિશામાં ફંટાઈ રહી છે, ત્યારે તેઓ પોતાના તરફથી વાર્તા પતાવવાની કોશિશ કરે છે, પણ અરમાન સતત તનીષા સાથે આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે જો તનીષા તેમની સાઇડે આવવા માંગતા હોય, તો આવી શકે છે.

English summary
Armaan Kohli and Tanisha were caught talking about Physical relationship. There is a video that is leaked from Bigg Boss house in this video Armaan is asking Tanisha for Physical relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X