બિગ બોસ 9 ગોસિપ: બિગ બોસે બનાવી જોડી, કહી ખુશી કહી ગમ!

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે થયું કલર્સના વિવાદિત શો બિગ બોસ 9નું પ્રિમિયર. અને આ સાથે જ સલમાન ખાને આ શોના 14 સ્પર્ધકોને પણ સ્ટેજ પર બોલાવી તેમની ઓળખ છતી કરી. સાથે જ સલમાન ખાને ઘરમાં આવવાની સાથે જ પ્રતિસ્પર્ધીઓની મુશ્કેલીઓ પણ વધારી દીધી

બિગ બોસ 9ના ડબલ ટ્રબલ થીમ હેઠળ બિગ બોસના દાખલ થયેલા તમામ પ્રતિસ્પર્ધીઓને પેર બનાવીને બિગ બોસના ઘરમાં રહેવું પડશે. એટલું જ નહીં તેમને ચેન સાથે બાંધવામાં પણ આવશે જેથી તે એકબીજાની સાથે જોડાયેલા રહે. ત્યારે બિગ બોસના ઘરમાં એન્ટ્રી થવાની સાથે જ સલમાન ખાને પ્રતિસ્પર્ધીઓની મુશ્કેલ વધારી દીધી છે.

 

જો કે સ્ટેજ પર આવેલા કેટલાક પ્રતિસ્પર્ધીઓને સલમાન ખાને પોતાનો પાર્ટનર પોતે પસંદ કરવાની છૂટ આપી હતી. પણ અન્ય લોકોને તેમના અણગમા સાથે જ તેમના પાર્ટનર સાથે ચેન સાથે બાંધવામાં આવ્યા હતા. ત્યારે કોણ છે બિગ બોસ 9ના 14 પ્રતિસ્પર્ધી, કોની પેર કોની જોડે બની છે અને કોણ આ પેરિંગથી ખુશ કે દુખી છે તેવી તમામ ગોસિપ અને બિગ બોસના ઘરની અંદરની ખાસ વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દિગંગના સૂર્યવંશી- રૂપલ ત્યાગી
  

દિગંગના સૂર્યવંશી- રૂપલ ત્યાગી

વીરા સિરિયલની અભિનેત્રી દિગંગનાને પેરિંગ માટે બે ઓપશન આપવામાં આવ્યા હતા. એક સપને સુહાને લડકપન કે ફેમ રુપલ ત્યાગી કે એમટીવી રોડિઝ એક્સ 2નો વિનર પ્રિન્સ નરુલા. જો કે તેણે પોતાની પસંદગી રુપલ પર ઉતારી હતી. તેણે કહ્યું હતું કે તે રુપલને ઓળખે પણ છે. જો કે તમને જણાવી દઉં કે અનેક લોકોએ પ્રિન્સ નરુલાને પેરિંગ માટે રિજેક્ટ કર્યો હતો.

કિશ્વર મર્ચન્ટ-અમન વર્મા
  

કિશ્વર મર્ચન્ટ-અમન વર્મા

કિશ્વર મર્ચન્ટ આ શોમાં તેના બોયફ્રેન્ડ શુયશ રાય સાથે એન્ટર થઇ હતી. કિશ્વરને જ્યારે પ્રિન્સ નરૂલા અને અમન વર્મા વચ્ચે ઓપશન પસંદ કરવાનો કહ્યો તો તેણે અમન પર પોતાની પસંદગી ઢોળી.

સુયશ રાય- રીમી સેન
  
 

સુયશ રાય- રીમી સેન

બોલીવૂડની જાણીતી અભિનેત્રી રીમી સેનને પણ પસંદગી આપવામાં આવી હતી. તેણે પ્રિન્સને રિજેક્ટ કરીને સુયશના નામ પર મહોર મારી હતી. વળી રીમી તે પણ કહ્યું હતું કે સુયશ પ્રિન્સ કરતા વધુ નમ્ર છે.

યુવિકા ચૌધરી- વિકાસ ભલ્લા
  

યુવિકા ચૌધરી- વિકાસ ભલ્લા

યુવિકાને પણ પ્રિન્સ અને વિકાસ ભલ્લાની વચ્ચે પસંદગી કરવાની કહેવામાં આવી હતી. અને તેણે પણ પ્રિન્સની બાદબાકી કરીને વિકાસ ભલ્લાની સાથે પેરિંગ કરવાનું પસંદ કર્યું હતું.

રોશેલ રાવ- પ્રિન્સ નરૂલા
  

રોશેલ રાવ- પ્રિન્સ નરૂલા

ત્યારે જાણીતી મોડેલ રોશેલને કમને પ્રિન્સ નરૂલા જોડે ચેનમાં બાંધવામાં આવી હતી. સલમાને પ્રિન્સને રોશેલ અને મંદનામાંથી કોઇ એકને પસંદગી કરવાનું કહ્યું હતું અને પ્રિન્સે રોશેલ પર પસંદગી ઢોળી હતી.

મંદના કિરમી-કીથ સીકાયર
  

મંદના કિરમી-કીથ સીકાયર

પ્રિન્સ દ્વારા રિજેક્ટ થયા બાદ મંદના કીથ સીકાયર સાથે પેર કરવામાં આવી હતી. જો કે મંદના કીથ સીકાયર સાથે પોતાના પેરિંગ ખૂબ જ ખુશ જણાતી હતી. ત્યારે આ બન્નેના રોમાન્સ આવનારા દિવસોમાં ખુલી નહીં તો નવાઇ નહીં!

અંકિત ગેરા- અરવિંદ વેગડા
  

અંકિત ગેરા- અરવિંદ વેગડા

સલમાન ખાને અંકિનની ખીચાઇ કરતા તેને બિગ બોસના જૂના પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં પસંદગી માટે સલમાને રુપલ ત્યાગીની તસવીર પણ આગળ ધરી હતી. જો કે અંકિત પાસે કોઇ ઓપશન ન હોવાથી તેણે ગુજરાતી ભાઇ ભાઇ ફેમ અરવિંદ વેગડા જોડે પેરિંગ કરવામાં આવ્યો હતો.

English summary
Bigg Boss 9 Double Trouble has finally started and our host has revealed the final 14 contestants who will be in the house competing for this season's trophy. As said, the premiere night started with Salman and actor Deepak Dobriyal showing us the glimpse of Bigg Boss house. Salman also grooved with his favourite ladies - Daisy Shah and Elli Avram, who further gave the hint of what the double trouble would be in the house.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.