બિગ બોસ 9: એક મુર્ખામીનો દંડ 11 લાખ, આમિરનુ ટાસ્ક!

Posted By:
Subscribe to Oneindia News

વિકેન્ડ એપિસોડ બાદ બિગ બોસના ઘરમાં ઘણા બદલાવ આવ્યા છે. સલમાનની સલાહ બાદ રૂપલ ત્યાગી થોડી વધુ ખુલી અને તે જાણે કે વધુ પડતી ખુલી ગઇ હોય તેમ ઘરમાં તમાશો કરી દીધો.

ત્યાંજ બધા સભ્યોની એક મુર્ખામીને કારણે 11 લાખના દંડનો ફટકો પણ પડ્યો છે. ઘરમાં વાઇલ્ડ લાઇફ એન્ટ્રીની અફવા જોરદાર ચાલી રહી છે. તો બીજા નોમિનેશનના કારણે જોરદાર ઝટકો લાગ્યો છે. ઘરના સભ્યોને આગલા ટાસ્કમાં આમિર ખાનનો લગાન ટચ મળ્યો છે. જાણો કેવો રહ્યો બિગ બોસના ઘરનો આઠમો દિવસ.

બેગની નિલામી
  

બેગની નિલામી

જેની પાસે પોતાનો સામાન નથી. તેમણે પોતાની બેગ્સ માટે બોલી લગાવવી પડશે. ઓછામાં ઓછી બોલી ત્રણ લાખ રૂપિયા હશે. અને જેટલાની બોલી લગાવવામાં આવશે તેટલા રૂપિયા જીત પર મળવાવાળી રાશિમાંથી કાપી લેવામાં આવશે.

બધાએ લગાવી બોલી
  

બધાએ લગાવી બોલી

આ ટાસ્કને સુયશ, પ્રિન્સ, અને દિગાંગના સમજી ના શક્યા. અને સમજે છેકે સૌથી ઉંચી બોલી લગાવનારને પોતાની બેગ મળી જશે. તે પોતાની બેગ્સ માટે બોલી લગાવે છે.

ઝીરો બન્યો હીરો
  

ઝીરો બન્યો હીરો

કીથે આ મુકાબલામાં ભાગ ના લીધો અને વ્હાઇટબોર્ડ પર ઝીરો લખી દીધુ.

ગુસ્સો
  

ગુસ્સો

બાકીના ત્રણને પોતાની બેગ મળી જશે અને કીથની સમજદારીના સૌ વખાણ કરશે. પરંતુ ઘરના સભ્યોનો ગુસ્સો ત્યારે ચરમસીમા પર પહોંચી જાય છે, જ્યારે ખબર પડે છેકે પુરસ્કાર રાશિમાં હવે માત્ર 39, 66, 667 રૂપિયા જ મળશે.

અરવિંદનું નવુ પુતળુ
  
 

અરવિંદનું નવુ પુતળુ

અંકિતના જવાથી અરવિંદને લાગ્યુ કે હવે તેમને કોઇનાથી બંધાવુ નહીં પડે. પરંતુ એવુ નથી. હવે તેમને ખુદથી બાંધવા માટે એક પૂતળુ આપવામાં આવશે.

ફુટી ગઇ રૂપલ
  

ફુટી ગઇ રૂપલ

તો રૂપલે સુયશ પર ફેક હોવાની અને કેમેરાનું અટેન્શન મેળવવા માટે નાટક કરવાની કમેન્ટ કરીને બધાની નારાજગી સહન કરી અને લડાઇ પણ કરી.

નોમિનેશનનો ઝટકો
  

નોમિનેશનનો ઝટકો

આ વખતે બિગ બોસે નોમિનેશનનો ઝટકો જબરજસ્ત આપ્યો હતો. આ વખતે જે નોમિનેશન થયુ તેના કારણે બધાના હોશ ઉડી ગયા.

કોણ કરશે ત્યાગ
  

કોણ કરશે ત્યાગ

આ વખતે દરેક જોડીએ પોતાનામાંથી એકને નોમીનેટ કરવુ પડ્યુ, જે બધા માટે ઘણું મુશ્કેલ હતુ.

ફાઇનલ નોમિનેશન
  

ફાઇનલ નોમિનેશન

આખરે પ્રિન્સ, રૂપલ, રીમી, અમન અને મંદાના નોમીનેટ થઇ ગયા કારણ કે તેમને લાગ્યુ કે તેમના પાર્ટનર ઘરમાં રહેવા માટે વધુ યોગ્ય છે.

લગાનનુ ટાસ્ક
  

લગાનનુ ટાસ્ક

તો ઘરના સભ્યો હવે આમિર ખાનની લગાન રમશે. એટલે કે મુખિયાને ખુશ કરીને લગાનની માફી.

English summary
Bigg Boss 9 day 8 report full episode bigg boss season 9 episode 8
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.