તસવીરો: બિગ બોસ 9ની ધમાકેદાર શરૂઆત, જુઓ સલમાન અને ઘરનું ન્યૂ લૂક

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે કલર્સ ચેનલના મોસ્ટ કોન્ટ્રોવર્સિયલ સિરીયલ બિલ બોસ 9ની શરૂઆત થઇ. જેમાં સલમાન ખાન તેના ન્યૂ લૂક સાથે આ શોનું પ્રિમિયર કર્યું. સલમાન ખાન આ શો દરમિયાન તેમની આવનારી ફિલ્મ સુલતાનના ગેટ અપમાં જોવા મળ્યા.

વળી સલમાન ડેઝી શાહ અને એલી અવરામ સાથે આ શોમાં એન્ટ્રી આપીને એક ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ પણ આપ્યું. જો કે આ વખતે બિગ બોસ 9માં અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. અને આ વખતના બિગ બોસમાં ધણી બધી વસ્તુઓ નવી છે.

 

જેમ કે આ વખતના બિગ બોસ 9માં, ઘરનું રિનોવેશન કરવામાં આવ્યું છે. અને બિગ બોસના ઘરને એકદમ ન્યૂ લૂક આપવામાં આવ્યું છે. ત્યારે સલમાન ખાનના ન્યૂ લૂક અને ડાન્સ પરફોર્મ્સ સાથે બિગ બોસના ઘરના ન્યૂ લૂકની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોશૂટમાં...

સલમાનની ધમાકેદાર એન્ટ્રી
  

સલમાનની ધમાકેદાર એન્ટ્રી

રવિવારે કલર્સ પર શરૂ થયેલા શો બિગ બોસ 9માં સલમાન ખાને કરી ધમાકેદાર એન્ટ્રી. આ શોમાં સલમાન ખાન તેના સુલતાનના લૂકમાં જોવા મળ્યા.

સલમાન અને હસીનાઓ
  

સલમાન અને હસીનાઓ

સલમાન ખાને ડેઝી શાહ અને એવી અવરામ સાથે એન્ટ્રી કરી શોની શરૂઆતમાં આપ્યું એક ધમાકેદાર ડ્રાન્સ પરફોર્મન્સ.

પ્રેમ રતન ધનનું પ્રમોશન
  

પ્રેમ રતન ધનનું પ્રમોશન

સાથે જ સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું પ્રમોશન કરી તેના ટાયટલ સોંગ પર પર્ફોર્મન્સ પણ કર્યું.

સલમાન અને એવી
  
 

સલમાન અને એવી

ત્યારે આ ડાન્સ શો દરમિયાન સલમાન ખાન એવી અવરામ સાથે રોમાન્સ કરતા પણ નજરે પડ્યાં!

ધમાકેદાર એન્ટ્રી
  

ધમાકેદાર એન્ટ્રી

ત્યારે આ વખતના બિગ બોસ 9માં ખાલી સલમાન ખાનનો લૂક જ નથી બદલાયો સાથે જ બિગ બોસના ઘરની સકલ પણ બદલાઇ ગઇ છે.

બિગ બોસનું ઘર બદલાયું
  

બિગ બોસનું ઘર બદલાયું

ત્યારે આ વખતે બિગ બોસ 9માં બિગ બોસના ઘરમાં ધરખમ પરિવર્તન કરવામાં આવ્યા છે. અને બિગ બોસના ઘરને વધુ રંગીન બનાવામાં આવ્યું છે.

ગાર્ડન એરિયા
  

ગાર્ડન એરિયા

ગાર્ડન એરિયાને આ વખતે બનાવામાં આવ્યો છે વધુ ગ્રીન. વળી તેમાં ગ્રીન સોફા સાથે બે નાના સ્વીમિંગ પુલ પણ બનાવામાં આવ્યા છે.

કિચન એરિયા
  

કિચન એરિયા

કિચર એરિયાને પણ વધુ રંગીન અને કલાત્મક બનાવામાં આવ્યું છે. જો કે ઘરના મોટા ભાગના ઝગડા તો અહીં થાય છે માટે અહીં તમામ રંગો બતાવામાં આવ્યા છે.

વોશરૂમ એરિયા
  

વોશરૂમ એરિયા

વોશરૂમ એરિયામાં મીરર વર્ક કરીને અને ડાર્ક રેડ રંગ કરીને રોયલ બનાવામાં આવ્યું છે.

કનફેશન રૂમ
  

કનફેશન રૂમ

તો છે કનફેશન રૂમનો લૂક. જેના પણ ક્લાસી અને બ્યૂટીફૂલ બનાવામાં આવ્યું છે. ત્યારે હવે અહીં કેવા કેવા કનફેશન થશે તે જોવું જ રહ્યું.

પહેલી વાર ફસ્ટ ફ્લોર
  

પહેલી વાર ફસ્ટ ફ્લોર

આ વખતે પહેલી વાર બિગ બોસના ઘરમાં તમને ફસ્ટ ફ્લોર જોવા મળશે. જે કંઇક આવો દેખાશે.

ડાયનિંગ એરિયા
  

ડાયનિંગ એરિયા

ડાયનિંગ એરિયા માટે પણ અલગથી ચેર અને ટેબલને સજાવામાં આવ્યા છે. અને તે ખૂબ જ ટ્રેન્ડી લાગી રહ્યા છે.

બેડરૂમ
  

બેડરૂમ

બિગ બોસના ઘરમાં બેડરૂમમાં પણ અનેક કારનામાં ધડાય છે. ત્યારે આ રૂમને પણ ખાસ ન્યૂ લૂક આપવામાં આવ્યું છે.

નાનકડો સ્વિંમીંગ પુલ
  

નાનકડો સ્વિંમીંગ પુલ

જો કે આ વખતનો સ્વિંમીંગ પુલ નાનો લાગે છે. ત્યારે હવે આ સ્વિમીંગ પુલમાં કોણ કોણ બિકની પહેરીને નાહશે તે તો જોવું જ રહ્યું.

બિગ બોસનું ઘર
  

બિગ બોસનું ઘર

ત્યારે આ વખતે બિગ બોસના ઘરમાં આ રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. અને તેની વધુ રંગીન બનાવામાં આવ્યું છે. ત્યારે અહીં કેવા કેવા નવા કારનામાં થશે તે તો હવે જોવું જ રહ્યું.

English summary
The countdown for the much awaited biggest reality show Bigg Boss 9 has begun. The host of the show Salman Khan will be launching the show tomorrow and the promo of the launch has hit the television screens.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.