• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસે દર્શકોને નાંખ્યા મુંઝવણમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 ઑક્ટોબર : 90 દિવસો સુધી 70 કૅમેરાઓ વચ્ચે એક ઘરમાં કેદ બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓમાંથી કેટલાંકે પોતાનું કાઉંટ ડાઉન શરૂ કરી દીધું છે. નૉમિનેટ થનારા પોતાના બોરિયા-બિસ્તર પૅક કરી ચુક્યાં છે, તો દર્શકો પોતાના વોટ આપી રહ્યાં છે, પરંતુ કોને? રાજીવ પૉલને કે નિકેતન મધોકને. આ વાત અમે નહિં, પણ બિગ બૉસના દર્શકો વિચારી રહ્યાં છે, કારણ કે પોતે બિગ બૉસે તેમને મુંઝવણમાં મુકી દીધાં છે.

બિગ બૉસે 16મી ઑક્ટોબરે રાત્રે જે એપિસોડ દર્શાવ્યો, તેમાં સમગ્ર એપિસોડમાં નૉમિનેટ કરાયેલ બે વ્યક્તિઓ સામાન્ય માણસ કાશિફ કુરૈશી તેમજ અભિનેતા રાજીવ પૉલને કઈંક એવું કરવા કહ્યું જેથી તેઓ સેફ ઝોનમાં જઈ શકે. એપિસોડમાં કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને બકરો પણ બનાવાયાં, પરંતુ અતે બિગ બૉ઼સે એક ગોટાળો કરી નાંખ્યો.

વોટ અપીલ માટે શોના અંતે બિગ બૉસે નિકેતનની તસવીરો બતાવી અને જણાવ્યું કે જો આપ રાજીવને નૉમિનેટ કરવા માંગતા હો, તો ટાઇપ કરો આર એ જે અને મોકલો... અથવા આપ લૉગઑન કરો. ખેર લોકોના વોટ તો રાજીવના ખાતામાં જ જશે, પરંતુ મગજમાં ચહેરો નિકેતનનો ફરશે. કારણ કે તમામ લોકો એવા છે કે જેમના માટે આ બંને ચહેરા નવાં છે. નવા ચહેરાઓમાં કન્ફ્યુજ થવું કોઈ મોટી વાત નથી.

English summary
Rajeev Paul and Kashif Qureshi have been nominated this week! But Bigg Boss himself has confused the viewers on the name of Rajeev.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X