Bigg Boss OTTની સૌથી બોલ્ડ કન્ટેન્સટન્ટ છે ઉર્ફી જાવેદ-રિદ્ધિમા પંડિત, જુઓ સિઝલિંગ Pics
મુંબઈઃ બિગ બૉસ ઓટીટી વૂટની શરૂઆત બિગ બૉસ 15ના 6 વીક પહેલા વૂટ પર થઈ ચૂકી છે. 8 ઓગસ્ટે તેનુ લૉન્ચ વૂટ પર કરવામાં આવ્યુ. બિગ બૉસ ઓટીટીને કરણ જોહર હોસ્ટ કરશે. પહેલી ઝલક અને કન્ટેસ્ટન્ટને જોયા બાદ એવુ લાગી રહ્યુ છે કે બિગ બૉસ ઓટીટીની પહેલી સિઝનની શરૂઆત ઘણી દમદાર રીતે થઈ છે. બધા કન્ટેસ્ટન્ટ પોતાની હાજરી બિગ બૉસ ઓટીટીમાં નોંધાવી રહ્યા છે. બિગ બૉસ ઓટીટી દર્શકો માટે આગળ રસપ્રદ બનતુ જશે તેવુ શક્ય છે. બિગ બૉસ ઓટીટી કન્ટેસ્ટન્ટના નામ છે - શમિતા શેટ્ટી, ઉર્ફી જાવેદ, પ્રતીક સેહજપાલ, કરણ નાછ, રાકેશ બાપટ, અક્ષરા સિંહ, રિદ્ધિમા પંડિત, નેહા ભસીન, મિલિન્દ ગાબા, દિવ્યા અગ્રવાલ, જીશાન ખાન. મૂસ જટાના.

કોણ છે ઉર્ફી જાવેદ અને રિદ્ધિમા પંડિત?
બિગ બૉસ ઓટીટીની એ બે કન્ટેસ્ટન્ટ વિશે અમે જણાવવા જઈ રહ્યા છે કે પોતાના બોલ્ડ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઉર્ફી જાવેદ અને રિદ્ધિમા પંડિત ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ ફોટાના કારણે છવાયેલી રહે છે. ચાલો, તમને બતાવીએ બંનેના ખૂબ જ સેક્સી ફોટા અને સાથે જાણીએ કે કોણ છે બિગ બૉસ ઓટીટીની કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ અને રિદ્ધિમા પંડિત.

લખનઉ ગર્લ ઉર્ફી જાવેદ ખૂબ જ સ્ટાઈલિશ
ઉર્ફી જાવેદ લખનઉ ગર્લ છે. ઉર્ફી જાવેદ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. તે પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તેને નઝારો તમે તેના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. તે કોઈ પણ કપડા સાથે સ્ટાઈલિશ લુક આપીને કમાલનુ કારનામુ કરી બતાવે છે.

'બડે ભૈયાકી દુલ્હનિયા' ટીવી શો
વર્ષ 2016માં ઉર્ફી સોની ટીવીના શો 'બડે ભૈયાકી દુલ્હનિયા'માં દેખાઈ હતી. ત્યારબાદ તેણે સ્ટાર પ્લસના શો 'ચંદ્ર નંદિની'માં પણ છાયાની ભૂમિકા નિભાવી. ઉર્ફી જાવેદ 'મેરી દૂર્ગા' ટીવી શોમાં પણ આરતીની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે.

બેપનાહ, જીજા મા અને ડાયન જેવા શોમાં ઉર્ફી જાવેદ
ત્યારબાદ પણ ઉર્ફી જાવેદના કામનો સિલસિલો ચાલુ રહ્યો છે. સાત ફેરો કી હેરાફેરી, બેપનાહ, જીજા મા અને ડાયન જેવા શોમાં ઉર્ફી જાવેદ સતત ટીવી પર દેખાઈ છે. જો કે તેને ક્યારેય મોટી સફળતા મળી નથી.

ઉર્ફી જાવેદ છે ખૂબ જ હૉટ અને બોલ્ડ
એટલુ જ નહિ વર્ષ 2020 એટલે કે ગયા વર્ષે જ ઉર્ફી જાવેદ યે રિશ્તા ક્યા કહેલાતા હેમાં શિવાની ભાટિયાનો રોલ નિભાવ્યો હતો. કસોટી જિંદગી કીમાં ઉર્ફીએ તનીશા ચક્રવર્તીની ભૂમિકા નિભાવી. નોંધનીય છે કે પહેલી વારમાં કરણ જોહરને પ્રભાવિત કરનારી ઉર્ફી દર્શકોની નજરમાં આવી ચૂકી છે.

રિદ્ધિમા પંડિતે હમારી બહૂ રજનીકાંતથી કર્યુ ડેબ્યુ
બિગ બૉસ ઓટીટીની કન્ટેસ્ટન્ટ રિદ્ધિમા પંડિત ટીવી માટે નવો ચહેરો નથી. જો કે ગયા વર્ષથી ટીવીમાંથી ગાયબ છે. પરંતુ તેની ઓળખ ટીવી પર રોબોટની ભૂમિકા નિભાવીને થઈ ચૂકી છે. વર્ષ 2016માં રિદ્ધિમા પંડિતે હમારી બહુ રજનીકાંતથી ડેબ્યુ કર્યુ હતુ.

ખતરો કે ખેલાડી ચેમ્પિયનમાં રિદ્ધિમા પંડિત
ત્યારબાદ વર્ષ 2017માં રિદ્ધિમા પંડિતે ટીવી શો ધ ડ્રામા કંપનીમાં દેખાઈ. વૂટ સાથે તેનો જૂનો સંબંધ છે. વૂટના નવા શો યો કી હુઆ બ્રોમાં તે જોવા મળી ચૂકી છે. એટલુ જ નહિ ખતરો કે ખેલાડી ચેમ્પિયનની પણ રિદ્ધિમા પંડિત હિસ્સો રહી ચૂકી છે.

રિદ્ધિમા પંડિતની લોકપ્રિયતા
રિદ્ધિમા પંડિતે ટીવીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે પરંતુ બિગ બૉસ ઓટીટીના ઘરમાં રિદ્ધિમા પંડિતની લોકપ્રિયતાને આગળ વધવામાં જરૂર મદદ કરશે. બિગ બૉસ ઓટીટીની કન્ટેસ્ટન્ટ રિદ્ધિમા પંડિત ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે.

રિદ્ધિમા પંડિતના 1.7 મિલિયન ફૉલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર રિદ્ધિમા પંડિતના 1.7 મિલિયન ફૉલોઅર્સ છે. તે ઘણી વાર પોતાની સુંદર અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. બિગ બૉસના ઘરમાં તે આગળ આવીને એક મજબૂત કન્ટેસ્ટન્ટ તરીકે ઉભરીને સામે આવી શકે છે.