બિગ બોસ 9: એક રાજા, બે રાણી, મસાજથી ચાલી પ્રેમ કહાની!

Posted By:
Subscribe to Oneindia News

બિગ બોસ 9ની શરૂઆત થતાની સાથે જ ટેલિવીઝન પરના રિયાલિટી શોનો સૌથી મોટો તમાશો પણ શરૂ થઇ ગયો છે. કોના કોના મોઢા ક્યારે ખુલશે તે તો સમય પસાર થતા જ ખબર પડશે. પરંતુ હાલમાં તો શોમાં ફુલ તમાશો ચાલી રહ્યો છે.

બિગ બોસ લાઇવ અપડેટનું માનીએ તો શોમાં એક પ્રેમ કહાની તૂટશે અને બીજી બનશે જેની શરૂઆત પ્રથમ એપિસોડમાં જ જોવા મળી હતી. પરંતુ હવે બિગ બોસના ઘરમાં જે લવ ટ્રાએંગલ બની રહ્યો છે તેને જોઇને આપ તો હસવાના જ છો, સાથે ઘરના લોકો પણ એટલુ જ હસવાના છે.

બે હંસની જોડી
  

બે હંસની જોડી

કહેવાય છેકે બે લોકોની વચ્ચે કોઇ ત્રીજુ આવ્યુ તો આસપાસના લોકો ઘરમાં આગ લગાવવાની પૂરી કોશિષ કરે છે. અને તેવી જ સ્થિતિની શરૂઆત બિગ બોસમાં થઇ ચૂકી છે.

કેથ-મંદાના-રોશેલ
  

કેથ-મંદાના-રોશેલ

કેથ સકીરા અને રોશેલ રાવ રિઅલ લાઇફ કપલ છે. પરંતુ બિગ બોસમાં કેથ-મંદાના અને રોશેલ-પ્રિન્સ કપલ્સ છે. આ સ્થિતિમાં કેથ અને મંદાનાની નિકટતા રોશેલને નથી ગમી રહી.

કેથ-મંદાના-રોશેલ
  

કેથ-મંદાના-રોશેલ

સાથે જ આ બંનેની નિકટતાને લઇને ઘરના સદસ્યોએ પણ આંખો ચઢાવી લીધી છે. કારણ કે ગર્લફ્રેન્ડ સાથે હોવા છતા કેથ ખુલેઆમ મંદાના સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.

એક રાજા, બે રાણી
  
 

એક રાજા, બે રાણી

કહી શકાય કે એક જ સમયે કેથ બે-બે યુવતીઓનું અટેન્શન સાથે એન્જોય કરી રહ્યો છે. તેણે રોશેલ (ગર્લફ્રેન્ડને) પગનો મસાજ કરવા માટે પણ કહ્યું હતુ.

મસાજની મજા
  

મસાજની મજા

તો સાથે જ કેથના મસાજની મજા દર્શકોને પણ માણવા મળશે. કારણ કે તેમની ગર્લફ્રેન્ડ તેમના પગ દબાવી રહી હતી, ત્યારે તેમની પાર્ટનર મંદાનાએ તેમને પીઠ પર મસાજ કરવા માટે કહ્યું.

બિચારો પ્રિન્સ
  

બિચારો પ્રિન્સ

આ ત્રણેયની લવસ્ટોરીમાં પ્રિન્સ એક બાજુ પર બેસીને આ બધુ જોઇને મજા માણી રહ્યો હતો.

મંદાના પાસે પણ બે ઓપ્શન
  

મંદાના પાસે પણ બે ઓપ્શન

આ બધાની વચ્ચે મંદાનાએ પણ પ્રિન્સને કહ્યું કે તે કઇ કરશે કે બસ બેઠેલો જ રહેશે. ત્યારે પ્રિન્સ પણ તેને બેક મસાજ આપવા લાગ્યો.

પગ દબાવતી રહી ગઇ
  

પગ દબાવતી રહી ગઇ

આ આખાય સીનમાં સૌથી મુર્ખ તમને રોશેલ જ લાગશે કારણ કે તે શરૂથી અંત સુધી પોતાના બોયફ્રેન્ડના પગ દબાવતી જ નજરે પડી રહી હતી.

બિગ બોસ 9
  

બિગ બોસ 9

Day 1: BIGG BOSSના ઘરમાં ખાવા, ઉંઘવા અને છેડતી કરવા પર તમાશો!

English summary
Bigg boss season 9 episode 2 upcoming details. Check Bigg Boss 9 Latest Gossip.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.