બિગ બોસ 9: પંજાબી છોરો, ફિલ્મી ગોરી, શરૂ થઇ લવ સ્ટોરી!

Posted By:
Subscribe to Oneindia News

આ વખતે ટેલિવીઝનના રીયાલીટી શો બિગ બોસને લઇને ફેન્સ થોડા પરેશાન હતા. કારણ કે ઘરમાં જ્યારે આટલા બધાં કપલ્સ છે, તો તેઓ રોમાન્સ ક્યારે, ક્યાં અને કેવી રીતે કરશે તે એક સવાલ હતો. પરંતુ જ્યારે આટલા બધાં એક જ ઉંમરના લોકો એકસાથે હોય ત્યારે ક્યાંકને ક્યાંકથી તેની શરૂઆત થઇ જ જતી હોય છે. જી હા, એટલે કે લવ સ્ટોરીની શરૂઆત થઇ ગઇ.

બિગ બોસના તાજા સમાચાર અનુસાર બિગ બોસના ઘરમાં લવ સ્ટોરીની શરૂઆત થઇ ચૂકી છે. તમે સાચુ સમજી રહ્યાં છો, અને આ લવ સ્ટોરીના હીરો છે, પ્રિન્સ નરૂલા. હા, ભાઈ આજકાલ M TVના બે શો જીતીને પ્રિન્સ નરૂલા યુથ પર છવાયેલા છે. અને આ લવ સ્ટોરીની હિરોઇન છે, શાહરૂખ ખાનની હીરોઇન. અહા, એટલે કે ઓમ શાંતિ ઓમ ફેમ યુવિકા ચૌધરી.

 

ત્યારે આવો જાણીએ કે ઘરમાં શું ચાલી રહ્યું છે.

પહેલી લવ સ્ટોરી
  

પહેલી લવ સ્ટોરી

ઘરની અંદર પહેલી લવ સ્ટોરી શરૂ થઇ ગઇ છે. આ લવ સ્ટોરીન હીરો પ્રિન્સ છે, અને હીરોઇન યુવિકા ચૌધરી.

બિચારો પ્રિન્સ
  

બિચારો પ્રિન્સ

પ્રિન્સને બધાએ પહેલેથી જ બિચારો કહી દીધો છે. કારણ કે તેમની પાર્ટનર રોશેલ પોતાના બોયફ્રેન્ડ સાથે સમય વિતાવે છે. અને તેથી તેમણે જ્યાં ત્યાં જોઇને સમય વિતાવવો પડે છે.

પ્રિન્સ હીરો બની ગયો
  

પ્રિન્સ હીરો બની ગયો

પરંતુ પ્રિન્સ અને યુવિકાની વચ્ચે એક ખાસ બોન્ડની શરૂઆત થઇ ચૂકી છે. પ્રિન્સે મજાકમાં યુવિકાને કહી પણ દીધુ છેકે લગ્ન કરવા માટે તે યુવિકાને ઓપ્શનમાં જરૂરથી રાખશે.

યુવતીઓમાં સ્ટડ
  
 

યુવતીઓમાં સ્ટડ

આમ પણ પ્રિન્સ આ શોમાં આવતા પહેલા જ સ્પિલ્ટજવિલામાં યુવતિઓના ફેવરીટ રહી ચૂક્યા છે.

લગ્નની તૈયારીઓ
  

લગ્નની તૈયારીઓ

બિગ બોસમાં બાકીના ઘરવાળાઓને પણ બંનેની છેડતી કરવાની તક મળી ગઇ છે. અને તેની શરૂઆત થઇ હતી પ્રિન્સના બનાવેલા પરાઠાથી.

પરાઠા કીંગ
  

પરાઠા કીંગ

વાત એમ છેકે પ્રિન્સ બિગ બોસના ઘરમાં પરાઠા બનાવીને સૌનું દિલ જીતવાની કોશિષ કરી રહ્યા છે. અને જે ઘરમાં ખાવા માટે બબાલ થતી હોય ત્યાં તો પ્રિન્સ હીરો બનવાના જ છે.

English summary
Bigg Boss season 9 episode 3 upcoming details will leave you startle.A love story just started.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.