For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday Special : જાણો દયા ભાભી વિશે 10 Interesting Facts

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ઑગસ્ટ : સબ ટીવીના લોકપ્રિય કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જુદી જ દુનિયા છે. સાસ-બહુ ધરાવતી સીરિયલોમાં દર્શાવાતા ઝગડાઓ અને રહસ્યમય દુનિયાથી જુદો આ શો માત્ર અને માત્ર હાસ્યનો છોળો જ પાથરે છે. 28મી જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ સીરિયલે અત્યાર સુધી 1 હજાર 500 કરતા વધુ એપિસોડ પૂરા કરી લીધા છે અને હાલ પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી.

હાલમાં આ શોમાં ડિઝનીલૅન્ડની સફર બતાવાઈ રહી છે કે જેમાં ગોકુલધામ સોસાયટીના મોટાભાગના સભ્યો ચીનના શહેર હૉંગકૉંગ પહોંચી ગયા છે. જોકે અય્યર, તારક મહેતા, અંજલિ તથા અબ્દુલ ડિઝનીલૅન્ડ સફરના ભાગ નથી બની શક્યાં, પરંતુ શોના હૉટ કૅરેક્ટર્સ જેઠાલાલ, દયા ભાભી, બબીતા, ભિડે સહિત તમામ લોકો ડિઝનીલૅન્ડમાં મોજ-મસ્તી કરી રહ્યા છે.

દરમિયાન આજે આ શોના સૌથી મહત્વના અને સંસ્કારી પાત્ર દયા ઉર્ફે દયા જેઠાલાલ ગડા ઉર્ફે દયા ટપુ કે પાપા ગડા માટે મહત્વનો દિવસ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હે મા માતાજી કરી સૌને ગભરાવી દેનાર દયાનું પાત્ર ભજવતાં દિશા વાકાણીનો આજે રીયલ જન્મ દિવસ છે. દિશા આજે 36 વર્ષના થઈ ચુક્યાં છે.

ચાલો તસવીરો સાથે જાણીએ દયા ઉર્ફે દયા જેઠાલાલ ગડા ઉર્ફે દયા ટપુ કે ગડા ઉર્ફે દિશા વાકાણી વિશે કેટલીક ખાસ વાતો :

સાચુ નામ દિશા

સાચુ નામ દિશા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગરબા ક્વીન અને દયા ભાભીના નામે જાણીતા તથા લોકોના દિલોમાં પોતાનું ખાસ સ્થાન બનાવનાર આદર્શ મહિલાનું સાચુ નામ દિશા વાકાણી છે.

મૂળ અમદાવાદના

મૂળ અમદાવાદના

દિશા વાકાણી મૂળ અમદાવાદના છે અને હાલમાં મુંબઈમાં રહે છે.

આજે જન્મ દિવસ

આજે જન્મ દિવસ

દયા ઉર્ફે દિશા વાકાણીનો જન્મ 17મી ઑગસ્ટ, 1978ના રોજ અમદાવાદ ખાતે થયો હતો, પણ તેઓનો ઉછેર-શિક્ષણ ભાવનગર ખાતે થયો છે.

ડ્રૅમેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએટ

ડ્રૅમેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએટ

દિશા વાકાણીએ ગુજરાત કૉલેજ-અમદાવાદ ખાતેથી ડ્રૅમેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.

બાળપણથી અભિનય ક્ષેત્રે

બાળપણથી અભિનય ક્ષેત્રે

દિશા વાકાણી શાળાકીય શિક્ષણ દરમિયાન જ અભિનય ક્ષેત્ર સાથે જોડાઈ ગયા હતાં. 1997માં તેમણે એક્ટિંગ જગતમાં પ્રવેશ કર્યો.

અપરિણીત છે દયા ભાભી

અપરિણીત છે દયા ભાભી

દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી રીલ લાઇફમાં તો જેઠાલાલના પત્ની છે, પણ રીયલ લાઇફમાં તેઓ અપરિણીત છે.

ફિલ્મોમાં દિશા

ફિલ્મોમાં દિશા

દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સુધી જ મર્યાદિત નથી. તેઓ કેટલીક બૉલુવીડ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે. તેમની ફિલ્મોમાં કમસિન ધ અનટચ્ડ (1997), ફૂલ ઔર આગ (1999), દેવદાસ (2002), મંગલ પાન્ડે ધ રાઇઝિંગ (2005), સી કમ્પની (2008) અને જોધા અકબર (2008)નો સમાવેશ થાય છે.

ઓળખ નાના પડદે મળી

ઓળખ નાના પડદે મળી

ફિલ્મોમાં કામ કર્યા છતા દિશા વાકાણીને અસલી ઓળખ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો કર્યા બાદ જ મળી.

મહેમાન કલાકાર

મહેમાન કલાકાર

દિશા વાકાણીએ નાના પડદે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઉપરાંત ખિચડી (2004) તથા ઇંસ્ટંટ ખિચડી (2005)માં પણ મહેમાન કલાકાર તરીકે દેખા દીધી હતી.

દસથી વધુ ઍવૉર્ડ્સ

દસથી વધુ ઍવૉર્ડ્સ

દિશા વાકાણી અત્યાર સુધી 10 કરતા વધુ ટેલી ઍવૉર્ડ્સ પોતાના નામે કરી ચુક્યાં છે અને તેમાંના 8 ઍવૉર્ડ્સ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે જ મળ્યા છે.

English summary
Disha Vakani is an Indian film and television actress. She is better known for her role of Daya Jethalal Gada or Daya Tapu Ke Papa Gada in India's longest running sitcom TV serial Taarak Mehta Ka Ooltah Chashmah. Today Disha Aka Daya' real life birthday. She turns 36.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X