ભારતી સિંહ અને તેના પતિ સામે ડ઼્રગ્સ લેવા મામલે કેસ થયો
નવી દિલ્હીઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિની મુશ્કેલીઓ ઘટતી જોવા નથી મળી રહી. એનસીબીની ટીમે શનિવારે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ લેવા મામલે પુછપરછ માટે સમન મોકલ્યું હતું, પરંતુ પુછપરછ બાદ એનસીબીએ બંનેની ધરપકડ કરી લીધી. ભારતી અને તેના પતિની ધરપકડ બાદ એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે બંને પર ડ્રગ્સ કેસ નોંધાયેલો છે. જણાવી દઈએ કે આજે ભારતી સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે ભારતી સિંહના ઘર પર એનસીબીએ દરોડા પાડ્યા હતા, આ દરમ્યાન તેમની પાસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. એનસીબીની ટીમે ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા બાદ તેમને પુછપરછ માટે બોલાવ્યા હતા. જે બાદ ભારતી સિંહ અને તેના પતિ હર્ષે ગાંજો લીધો હોવાની વાત સ્વીકારી લીધી. પહેલાં એનસીબીની ટીમે ભારતી સિંહની ધરપકડ કરી અને તે બાદ તેના પતિ હર્ષની પણ ધરપકડ કરી લેવામાં આવી. આજે બંનેના મેડિકલ ટેસ્ટ કરાશે, જે બાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.
સુશાંત સિંહ રાજપુત કેસમાં ઇડીને મળ્યો મહત્વનો પુરાવો, ફિલ્મ માટે કરાયું હતું કરોડોનું પેમેંટ
જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ એનસીબીની ટીમ બૉલીવુડમાં ડ્રગ્સ એંગલ તપાસી રહી છે આ મામલે રાકુલ પ્રીત, દીપિકા પાદુકોણ સહિત કેટલાય સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યાં છે. આ તપાસમાં એનસીબીની ટીમે શનિવારે ફરી એકવાર ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા અને તેના ઘરેથી ગાંજો જપ્ત કર્યો. અગાઉ એક્ટર અર્જુન રામપાલ અને ફિરોઝ નાડિયાવાલાના ઠેકાણે પણ એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા.