For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oh Shad : ન ઇશ્ક બચ્યો કે જુનૂન : બંધ થશે મધુબાલા, 16મીએ છેલ્લો એપિસોડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 ઑગસ્ટ : નાના પડદાની દુનિયામાં પણ બૉલીવુડની જેમ ઉતાર-ચઢાવ ચાલુ રહે છે. નાના પડદાના મોટાભાગના કાર્યક્રમોનો આધાર ટીઆરપી રેટ ગણાય છે. જ્યારે ટીઆરપી સાથ ન આપે, ત્યારે સારામાં સારો શો પણ બંધ કરવો પડે છે. ટેલીવિઝન ઇતિહાસમાં એવા અનેક શો છે કે જેમની સ્ટોરી, પ્લેટફૉર્મ, કાસ્ટ સહિત બધી બાબતો ઉત્તમ હતી, પણ આમ છતાં ટીઆરપીએ સાથ ન આપતાં તે શો બંધ કરવા પડ્યાં.

ટીઆરપીનો વિશ્વાસઘાત વધુ એક જાણીતા અને લોકપ્રિય શોને ભરખી ગયો છે. હા જી, અમે વાત કરી રહ્યાં છે મધુબાલા એક ઇશ્ક એક જુનૂનની. મધુબાલાના ચાહકો માટે માઠા સમાચાર છે, કારણ કે કલર્સનો જાણીતો શો બંધ થવા જઈ રહ્યો છે. શોની ટીઆરપી સતત ઓછી થતી જતી હતી અને તેથી કલર્સે આ શોને ઑફ ઍૅર કરવાની જાહેરાત કરી દીધી છે. મધુબાલા એક ઇશ્ક એક જુનૂનનો છેલ્લો એપિસોડ 16મી ઑગસ્ટે પ્રસારિત થશે. તેના સ્થાને હવે ઉડાન નામની નવી સીરિયલ શરૂ થઈ રહી છે કે જેનું પ્રમોશન કલર્સ પર ચાલી રહ્યું છે.

ચાલો મધુબાલા એક ઇશ્ક એક જુનૂનની તસવીરી ઝલક સાથે જાણીએ વધુ વિગતો :

2012માં શરુઆત

2012માં શરુઆત

મધુબાલા એક ઇશ્ક એક જુનૂન શો મે-2012માં શરૂ થયો હતો.

લોકપ્રિય શો

લોકપ્રિય શો

શરુઆતથી જ મધુબાલા એક ઇશ્ક એક જુનૂન લોકપ્રિય શો બની ગયો હતો.

દૃષ્ટિ-વિવિયન લોકપ્રિય પાત્રો

દૃષ્ટિ-વિવિયન લોકપ્રિય પાત્રો

શોના મુખ્ય પાત્રો દૃષ્ટિ ધામી અને વિવિયન ડિસેના લોકોને ખૂબ ગમ્યા હતાં.

દૃષ્ટિને મળ્યો ફાયદો

દૃષ્ટિને મળ્યો ફાયદો

દૃષ્ટિ ધામીને આ શો દ્વારા મળેલી લોકપ્રિયતાનો ફાયદો ઝલક દિખલા 6માં મળ્યો હતો કે જેતી તેઓ ઝલક દિખલા જા 6ના વિજેતા બન્યા હતાં.

વાર્તામાં ભટકારો

વાર્તામાં ભટકારો

છેલ્લા કેટલાક સમયથી મધુબાલા એક ઇશ્ક એક જુનૂની વાર્તામાં લોકોને ભટકારો અનુભવાય છે.

અણગમો

અણગમો

લોકોને હવે આ શો પ્રત્યે અણગમો થવા લાગ્યો છે.

ટીઆરપી પડી

ટીઆરપી પડી

મધુબાલા એક ઇશ્ક એક જુનૂનની ટીઆરપીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

બંધ કરવાનો નિર્ણય

બંધ કરવાનો નિર્ણય

ટીઆરપીમાં ઘટાડાના પગલે કલર્સે મધુબાલા એક ઇશ્ક એક જુનૂન શો બંધ કરવાની જાહેરાત કરી છે.

16મીએ છેલ્લો એપિસોડ

16મીએ છેલ્લો એપિસોડ

મધુબાલા એક ઇશ્ક એક જુનૂનનો છેલ્લો એપિસોડ 16મી ઑગસ્ટના રોજ પ્રસારિત થશે.

ફિલ્મી સેટ પર જન્મેલ છોકરીની વાર્તા

ફિલ્મી સેટ પર જન્મેલ છોકરીની વાર્તા

મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં એક એવી છોકરીની વાર્તા હતી કે જેનો જન્મ ફિલ્મના સેટ પર થયો હતો અને તેથી તેનું નામ મધુબાલા પડ્યુ હતું.

કન્યા ભ્રૂણ હત્યાનો મુદ્દો

કન્યા ભ્રૂણ હત્યાનો મુદ્દો

મધુબાલા એક ઇશ્ક એક જુનૂન શોમાં શરુઆતની વાર્તા કન્યા ભ્રૂણ હત્યા અને એક અભિનેતાના જુનૂનની હતી.

વળાંકો

વળાંકો

પછીથી શોની વાર્તામાં ઘણા વળાંકો આવ્યાં. દર્શકોને શો સાથે બાંધી રાખવા માટે વીસ વરસનો જમ્પ લાવવામાં આવ્યો, પણ તેનો ફાયદો ન મળ્યો અને હવે શો બંધ થવા જઈ રહ્યો છે.

English summary
colors's famous Show Madhubala – Ek Ishq Ek Junoon went off air on 16 August 2014 due to financial loss on ratings and got replaced by Udaan Sapnon Ki.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X