For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shock: કાસ્ટિંગ કાઉચમાં છોકરીઓ પહેલા કાંડ કરે છે પછી આરોપ લગાવે છે

વર્ષ 2018 દરમિયાન બોલિવૂડ ઘણા વિવાદોમાં ઘેરાઈ ચૂક્યું છે. હાલમાં જ કાસ્ટિંગ કાઉચ અંગે વિવાદ છેડાઈ ગયો. એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે આ મુદ્દો બિલકુલ પણ નવો નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વર્ષ 2018 દરમિયાન બોલિવૂડ ઘણા વિવાદોમાં ઘેરાઈ ચૂક્યું છે. હાલમાં જ કાસ્ટિંગ કાઉચ અંગે વિવાદ છેડાઈ ગયો. એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે આ મુદ્દો બિલકુલ પણ નવો નથી.

પરંતુ હાલમાં જ ઘણી સેલેબ્રીટી ઘ્વારા ચોંકાવનારો ખુલાસા કર્યા છે. આ લિસ્ટમાં હવે ક્રિષ્ના અભિષેક નું નામ પણ જોડાઈ ગયું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિષ્ના અભિષેક ઘ્વારા જણાવવામાં આવ્યું કે કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ જ વસ્તુ નથી હોતી.

આ બધું આખી રીતે બ્લેકમેલિંગ છે. છોકરીઓ જાતે પહેલા કાંડ કરે છે પછી આરોપ લગાવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતા પણ બીજા બિઝનેસમાં આવું વધારે થાય છે. કોર્પોરેટ વર્લ્ડમાં વધારે કાસ્ટિંગ કાઉચ થાય છે.

તો જાણો આખરે કાસ્ટિંગ કાઉચ મામલે ઇન્ડસ્ટ્રીના લોકોએ શુ કહ્યું છે...

છોકરીઓ જાતે પહેલા કાંડ કરે છે પછી આરોપ લગાવે છે.

છોકરીઓ જાતે પહેલા કાંડ કરે છે પછી આરોપ લગાવે છે.

કહેવામાં આવે છે કે ફિલ્મી લોકો જ કાસ્ટિંગ કાઉચ અને લડકીબાઝી કરે છે. તેમના પર જ હંમેશા આંગળી ઉઠાવવામાં આવે છે. કોઈ એકની ભૂલ પર આખી ઇન્ડસ્ટ્રી પર આંગળીઓ કેમ ઉઠાવવામાં આવે છે.

કામ માટે છોકરીઓ કોઇપણ હદ સુધી જવા તૈયાર

કામ માટે છોકરીઓ કોઇપણ હદ સુધી જવા તૈયાર

રાખીએ કહ્યું કે તે કોરિયોગ્રાફર સરોજ ખાનની સાથે સહમત છે, કહ્યું કે સરોજ ખાને આ ક્ષેત્રમાં લાંબો સમય વિતાવ્યો છે માટે એમણે એ જ કહ્યું જે એમણે જોયું. આજની છોકરીઓ પોતાના કરિયરમાં કોઇપણ પ્રકારની સમજૂતી કરવા માટે તૈયાર હોય છે. આજકાલ તો છોકરીઓ કહે છે કે કંઇપણ કરી લો, મને કામ દઇ દો. આમા પ્રોડ્યુસરનો શું વાંક છે. માટે સરોજજી ખોટા નથી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેપને બદલે રોટી મળે છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેપને બદલે રોટી મળે છે

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં આ મુદ્દે મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાને પણ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને કારણે આ મુદ્દાએ વિકરાટ રૂપ ધારણ કરી લીધું હતું. સરોજ ખાને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં રેપના બદલે રોટી આપવામા આવે છે, અહીં રેપ કરીને છોકરીને છોડી નથી મુકવામા આવતી પણ તેને કામ આપવામા આવે છે.

"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચ.. મારી સાથે તો નથી થયું"

જયારે આ વિશે બોલિવૂડ ચોકલેટી હીરો રણબીર કપૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તેમને તો ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટીંગ કાઉચનો સામનો ક્યારેય પણ નથી કર્યો. પરંતુ ત્યારપછી તેઓ થોડા ગંભીર થયા અને કહ્યું કે કાસ્ટીંગ કાઉચ ખુબ જ ખોટી બાબત છે અને જો ઇન્ડસ્ટ્રીમાં આવું થઇ રહ્યું હોય તો હું તેનો વિરોધ કરું છું.

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે સ્ટુડિયો સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલા માટે યુવતીઓને વારંવાર ત્યાં લઇ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા છે જ્યાં કોઈ પણ દિવસ પોલીસ ચેકીંગ પણ થતું નથી.

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટર મુંબઈ અને બીજા શહેરોમાં અભિનેત્રીઓને લઇ જાય છે. જયારે સ્થાનીય છોકરીઓનું રોલ આપવાના નામ પર શોષણ થાય છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી ચુકી છે.

English summary
Comedian krushna abhishek shocking remark on casting couch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X