કોમેડિયન સિદ્ધાર્થ સાગરે ફિયાન્સ સાથે કરી મારામારી, તૂટી સગાઈ
જાણીતા કોમેડિયન સિદ્ધાર્થ સાગર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ગત વર્ષે તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. પાછા આવ્યા બાદ તેમણે પોતાની માતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ વખતે સિદ્ધાર્થની ફિયાન્સ ટીવી એક્ટ્રેસ શુભી જોશીએ મોટો ખુલાસો કર્યો હતો. સિદ્ધાર્થ અને શુભી જોશીએ ગત વર્ષે નવેમ્બરમાં સગાઈ કરી હતી.
બંને મળીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયોઝ પણ પોસ્ટ કરતા હતા. પરંતુ હવે અચાનક બંનેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. શુભીએ પોતાના એક્સ ફિયાન્સ કોમેડિયન સિદ્ધાર્થ સાગર પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. શુભીનું કહેવું છે કે બંને વચ્ચે કંઈક એવું થયુ કે તેમણે આ સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો.
ચોંકાવનારી વાત એ છે કે બંનેએ આ રિલેશન તૂટવાનું કારણ ખૂબ જ અલગ ગણાવી એક બીજા પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન શુભી અને સિદ્ધાર્થે આ મામલે ચોંકાવનારી માહિતી આપી છે.

2016માં પહેલીવાર અલગ થયા
શુભીએ કહ્યું કે 2016માં તેઓ પહેલીવાર અલગ થયા હતા, ત્યારે તેમણે પોતાની માતાને જવાબદાર ગણાવી હતી. પરંતુ તેની માતા જ એકલી જવાબદાર નહોતી. મને આ વાતનો અહેસા હણમાં જ થયો, જ્યારે અમે સગાઈ બાદ સાથે રહી રહ્યા હતા.

સિદ્ધાર્થ ભયંકર થઈ જાય છે
શુભીએ આગળ કહ્યું કે તેની વર્તણૂંક જ વિચિત્ર છે. મેં મારી રીતે આ સંબંધ ટકાવી રાખવાની ખૂબ કોશિશ કરી. પરંતુ તે પોતાના પરનો કાબુ ગુમાવી દે છે, ઘરમાં વસ્તુઓ ફેંકવા લાગે છે.

પોલીસને બોલાવવી પડી
શુભીએ આ વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન એવું પણ કહ્યું કે એક વખત સિદ્ધાર્થે તેને એટલી ખરાબ રીતે માર માર્યો કે સુરક્ષા માટે તેણે પોલીસને બોલાવવી પડી હતી.

બ્લોક કર્યો
શુભીએ કહ્યું કે સિદ્ધાર્થ ઘણી વાર પૈસાની તંગી ભોગવી ચૂક્યો છે. સિદ્ધાર્થે તેમને પોતાના ફોન અને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બ્લોક કરી નાખી છે.

સિદ્ધાર્થની બીજી વાત
આ આખા કેસમાં સિદ્ધાર્થનું કહેવું સાવ અલગ છે. આ જ વેબસાઈટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ વચ્ચે કંઈક પરેશાની થઈ અને દોઢ મહિના પહેલા સિદ્ધાર્થે આ સગાઈ તોડી નાખી.

પૈસાની તંગીને કારણે હાથ ઉપાડ્યો
સિદ્ધાર્થનું કહેવું છે કે પૈસાની તંગી કારણે બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો. શુભીએ તેના પર હાથ ઉપાડ્યો. શુભીએ પહેલા સોશિયલ મીડિયા પર તેને બ્લોક કર્યો અને બાદમાં આ પગલું લીધું.

આ રીતે શરૂ થયો સંબંધ અને પૂરો થયો
તમને જણાવી દઈએ કે બંને વચ્ચે 2014માં પહેલી મુલાકાત થઈ હતી. બે વર્ષ સુધી બંને એકબીજાને ડેટ કરતા રહ્યા હતા. બાદમાં 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. 2018માં બંનેએ ફરી રિલેશન ટ્રાય કર્યા હતા.