For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉમેડી સર્કસ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 ઑગસ્ટ : ટેલીવિઝન શો કૉમેડી સર્કસે સૌથી લાંબી હાસ્ય શ્રેણી માટે લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ 2013માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

comedy-circus

લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સની અધિકૃત વેબસાઇટે આ સમાચારનું સમર્થન કર્યું છે અને સોની એંટરટેનમેંટ ટેલીવિઝને આ રેકૉર્ડની ઉજવણી કરતાં કૉમેડી સર્કસ કે મહાબલીનું પોસ્ટર શૅર કરી તેની સાથે મસ્ત રિકૉર્ડ બનાયા લખ્યું છે. વેબસાઇટે લખ્યું છે - આ શોની 16 આવૃત્તિઓમાં 71 જુદા-જુદા વિષયો હતાં અને 113 સ્પર્ધકોએ ભાગ લીધો, નવ નિર્ણાયકો, 115 હસ્તીઓ તથા 16 યજમાન જોડાયાં.

ઑપ્ટિમિસ્ટિક્સ દ્વારા નિર્મિત કૉમેડી સર્કસ શો સોની એંટરટેનમેંટ ટેલીવિઝન ચૅનલ ઉપર પ્રસારિત થાય છે. આ સ્ટૅંડ-અપ હાસ્ય પર આધારિત શોની શરુઆત 16મી જૂન, 2007ના રોજ થઈ હતી. તેની પ્રથમ આવૃત્તિમાં નિર્ણાયકો અર્ચના પૂરણ સિંહ, સતીશ શાહ તથા જ્હૉની લીવર હતાં, જ્યારે બીજી આવૃત્તિમાં શેખર સુમન તથા રોહિત શેટ્ટી જોડાયા હતાં. 7મી જાન્યુઆરી, 2012ના રોજ શરૂ થયેલ 14મી આવૃત્તિ કહાની કૉમેડી સર્કસ કીના નિર્ણાયકો અર્ચના તથા સોહેલ ખાન હતાં. હાસ્ય બોધ માટે ચર્ચિત અર્ચના પૂરણ સિંહ શરુઆતથી જ આ શો સાથે જોડાયેલાં છે.

English summary
TV show "Comedy Circus" has entered the Limca Book of Records 2013 for being the longest running reality comedy series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X