• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : સલમાન સામે નર્વસ અજય : જુઓ બિગ બૉસના હોસ્ટ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેતા અજય દેવગણ કહે છે કે તેમને શંકા છે કે તક મળતા તેઓ રિયલિટી શો બિગ બૉસને સલમાન ખાનની જેમ કુશળતાપૂર્વક સંભાળી શકશે.

અટકળો લગાવાઈ રહી છે કે રિયલિટી શોના ચાર સત્રોની સફળતાપૂર્વક યજમાની કરી ચુકેલાં સલમાન ખાન બિગ બૉસની આઠમી સીઝનમાં કદાચ નહીં હોય. અજયને પૂછવા આવતાં કે તક મળતા શું તેઓ શોની યજમાની કરવી સ્વીકારશે, અજયે જણાવ્યું - મને સાચે જ નથી ખબર. હું આ અંગે હાલ કોઈ ટિપ્પણી ન કરી શકું.

છેલ્લે હિમ્મતવાલા ફિલ્મમાં દેખાનાર અજય દેવગણે આઈએએનએસને જણાવ્યું - સલમાને બિગ બૉસ બહેતરીન રીતે હોસ્ટ કર્યો છે. તે જોવાલાયક હતો. મને નથી ખબર કે હું સલમાનની જેમ કરી શકીશ. મેં તમામ એપિસોડ નથી જોયાં, પણ વચ્ચે-વચ્ચે જોયાં છે.

નોંધનીય છે કે સલમાન ખાન અને અજય દેવગણ હરીફો પણ છે અને નજીકના મિત્રો પણ. બંનેએ હમ દિલ દે ચુકે સનમ અને લંડન ડ્રીમ ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું, તો અજયની સન ઑફ સરદાર ફિલ્મ માટે સલમાને પો પો... આયટમ સૉંગ પણ કર્યુ હતું. અજયે જણાવ્યું - હું નથી માનતો કે હરીફો મિત્ર ન હોઈ શકે. સલમાન અને સંજય દત્ત મારા નજીકના મિત્રો છે. અમે એક-બીજાને સેટપર મળીએ છીએ. જ્યારે પણ જરૂર ઊભી થાય, અમે એક-બીજા સાથે ઊભા રહી છીએ.

ચાલો તસવીરોમાં જોઇએ બિગ બૉસના અત્યાર સુધીના હોસ્ટ :

અરશદ વારસી

અરશદ વારસી

કલર્સનો શો બિગ બૉસ વર્ષ 2007માં શરૂ થયો હતો અને તેની પહેલી સીઝનની યજમાની અરશદ વારસીએ કરી હતી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

વર્ષ 2008માં બિગ બૉસ 2ને શિલ્પા શેટ્ટીએ હોસ્ટ કર્યો હતો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ બિગ બૉસ સાથે જોડાયેલા રહ્યાં છે. તેમણે 2009માં બિગ બૉસ 3ની યજમાની કરી હતી.

સલમાન-સંજય

સલમાન-સંજય

બિગ બૉસની સૌથી વધુ વાર યજમાની કરનાર સલમાન ખાન આ શો સાથે 2010માં જોડાયા હતાં. સલમાન અને સંજય દત્તે બિગ બૉસ 4 તથા બિગ બૉસ 5 હોસ્ટ કર્યો હતો.

સલમાન ખાન

સલમાન ખાન

પછી સંજય દત્ત આ શોમાંથી આઉટ થઈ ગયાં અને સલમાન ખાને 2012માં બિગ બૉસ 6 તથા 2013માં બિગ બૉસ 7ને હોસ્ટ કર્યો. તેમણે બિગ બૉસ 8માં હોસ્ટ તરીકે જોડાઈ રહેવા પ્રત્યે અનિચ્છા દર્શાવી છે.

અજય દેવગણ

અજય દેવગણ

અટકળો લગાવાઈ રહી છે કે રિયલિટી શોના ચાર સત્રોની સફળતાપૂર્વક યજમાની કરી ચુકેલાં સલમાન ખાન બિગ બૉસની આઠમી સીઝનમાં કદાચ નહીં હોય. અજયને પૂછવા આવતાં કે તક મળતા શું તેઓ શોની યજમાની કરવી સ્વીકારશે, અજયે જણાવ્યું - મને સાચે જ નથી ખબર. હું આ અંગે હાલ કોઈ ટિપ્પણી ન કરી શકું. અજય કહે છે કે તેઓ કદાચ સલમાનની જેમ આ શો હોસ્ટ નહીં કરી શકે.

English summary
Bollywood actor Ajay Devgn says he is unsure that, given a chance, he will be able to host reality show "Bigg Boss" as skillfully as his fellow actor Salman Khan did.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X