પતિના કારણે દયાબેને કર્યો તારક મહેતામાં કમબેક કરવાનો ઈનકાર, ફેન્સને ઝટકો!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અંગે હાલમાં સમાચારોનું બજાર ગરમ છે. દયાબેન એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી આ શોમાંથી ગાયબ છે. દિશા વાકાણી શોમાં આવવા માટે સ્પષ્ટ રીતે ઈનકાર કરી ચૂકી છે. તે પોતાનો સમમય એક વર્ષની પુત્રી સ્તુતિને આપવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે મેકર્સે સપ્ટેમ્બરમાં કમબેક સીક્વન્સું શૂટિંગ પણ કર્યુ હતુ જેનો વીડિયો પણ લીક થઈ ગયો હતો. ત્યાં સુધી કે નવરાત્રિ સ્પેશિયલ એપિસોડમાં પણ દયાબેનનું કમબેક પ્લાન કરવામાં આવ્યુ હતુ. પરંતુ આમ થઈ શક્યુ નહિ.

દિશાના આ શોથી દૂર રહેવાનું કારણ તેમના પતિ
હાલમાં શોના મેકર્સ આવા કોઈ પણ સમાચારથી ઈનકાર કરી ચૂક્યા છે. આ દરમિયાન એક વેબસાઈટે દાવો કર્યો છે કે દિશાના આ શોથી દૂર રહેવાનું કારણ તેમના પતિ છે.

દિશાના પતિ મયૂર
એવા સમાચાર છે કે દિશાના પતિ મયૂર પડિયા અને શોના નિર્માતા અસિત મોદી વચ્ચે મતભેદ ચાલે છે. વેબસાઈટ અનુસાર મયૂર દિશાને પ્રોડક્શન હાઉસ સાથે કમબેક માટે વાત નથી કરવા દઈ રહ્યા.

પૈસા માટે મતભેદ
મયૂરના હિસાબે અસિત મોદીની કંપની પાસે દિશાના પૈસા બાકી નીકળે છે. જેને તે પાછા આપવા માટે તૈયાર નથી. શોના નિર્માતા એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આવુ કઈ પણ નથી.

મયૂરની શરત
દિશા વાકાણી શોમાં કમબેક કરવા માંગે છે પરંતુ પોતાના પતિના હિસાબે જેના માટે ટીમ તૈયાર નથી. મયૂરે શોની ટીમ સામે અમુક શરતો રાખી છે જેના માટે મેકર્સ તૈયાર નથી.

માત્ર 4 કલાક કામ
વેબસાઈટ અનુસરા મયૂર ઈચ્છે છે કે દિશા મહિનામાં માત્ર 15 દિવસ કામ કરે. દિવસમાં માત્ર 4 કલાક તે શોને આપી શકે છે.

મેકર્સનો ઈનકાર
મેકર્સ આના માટે તૈયાર નથી. તેમનુ કહેવુ છે કે દિશાની મેટરનિટી લીવ ખતમ થઈ ચૂકી છે. તે કમબેક કરવા ઈચ્છતી હોય તો સંપૂર્ણપણે થવી જોઈએ.

ટીઆરપી અને ઉતાવળ
શોની વાત કરીએ તો દયાબેન વિના પણ ટીઆરપી પર તારક મહેતાએ પોતાની પકડ જમાવી રાખી છે. દયાબેન ઉપરાંત શોના બધા કલાકારો દર્શકો વચ્ચે ઘણા લોકપ્રિય છે. એવામાં મેકર્સ હજુ દયાબેનની ભૂમિકા માટે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી ઈચ્છતા.
આ પણ વાંચોઃ Video: રેખાએ પારખી ફોટોગ્રાફરની મસ્તી, પાછુ વળીને જોયુ તો તરત ભાગી