• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુશ્કેલીમાં બિગ બૉસ : હવે સલમાન અને કલર્સ સામે કેસ!

|
Google Oneindia Gujarati News

લોનાવાલા, 20 ડિસેમ્બર : કલર્સના સૌથી વિવાદાસ્પદ શો બિગ બૉસની આ વખતની સીઝન સાચે જ ખૂબ જ વિવાદાસ્પદ રહી છે. આ વખતે આ સીઝનના લોકો તો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયાં છે, તો હવે જે તાજી માહિતી મળી રહી છે, તે જોતા લાગે છે કે આ શો જતા-જતા પણ વિવાદોની એક નવી કહાણી લખતો જશે.

આ સપ્તાહના આરંભે શોના સ્પર્ધક અરમાન કોહલીને સોફિયા હયાતની ફરિયાદે જેલ જવુ પડ્યું અને પછી બેલ મળ્યા બાદ શોમાં તેઓ પાછા ફર્યા છે, તો હવે જાણવા મળે છે કે કલર્સ ચૅનલ અને બિગ બૉસ સલમાન ખાન સામે પણ કેસ નોંધાવવામાં આવ્યો છે. સલમાન અને કલર્સ ઉપર કેસ કરવામાં આવ્યો છે હૈદરાબાદ ખાતે. હૈદરાબાદના કેટલાંક મુસ્લિમ સંગઠનોએ સલમાન અને કલર્સ બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે કે શોમાં સ્પર્ધકો તથા હોસ્ટ દ્વારા એવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરાય છે કે જેથી મુસ્લિમ સમુદાયની લાગણીઓ દુભાય છે.

બિગ બૉસ 7 શો ખતમ થવાનું કાઉંટ ડાઉન શરૂ થઈ ગયુ છે. તેવામાં શો સામે કેસ થવો ચોક્કસ મુશ્કેલીનો પર્યાય બનશે. શોમાં હાલ અરમાન કોહલી, તનીષા મુખર્જી, સંગ્રામ સિંહ, ગૌહર ખાન, એઝાઝ અહેમદ અને વીજે ઍન્ડી રહ્યાં છે. આવતા અઠવાડિયે શોના વિજેતા જાહેર કરાશે. ખેર શોની અંદર હજી ઘણુ બધુ થવાનું બાકી છે. તેથી જોતા રહો બિગ બૉસ 7.

English summary
An FIR or police complaint has reportedly been registered against Bollywood actor and Bigg Boss 7 host Salman Khan and the management of Colours television for allegedly insulting Muslim sentiment on the popular show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X