For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GPL Effects : તારક મહેતા...ના દર્શકોમાં ઉછાળો, દીયા ઔર બાતી ટોચે!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 જૂન : સબ ટીવીના લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોમાં ભારે ઉછાળો નોંધાયો છે. છેલ્લા છ વરસથી સતત લોકોનું મનોરંજન કરતો આ શો એમ તો ટૉપ 10 શોમાં ઘણા સમયથી જળવાયેલો જ રહેતો આવ્યો છે, પરંતુ શોમાં હાલમાં ચાલી રહેલ ખાસ ઇવેંટના કારણે તેની વ્યૂઅર્સશિપમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.

ટેલીવિઝન ઑડિયંસ મીઝરમેંટ (ટૅમ)ના 14થી 21મી જૂન દરમિયાનના સપ્તાહના આંકડાઓ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના દર્શકોની સંખ્યામાં 8 લાખનો જોરદાર વધારો નોંધાયો છે. અહીં એ ઉલ્લેખ કરવાની જરૂર નથી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં હાલમાં ગોકુલધામ પ્રીમિયર લીગ (જીપીએલ) 3 ચાલી રહી છે. જેઠા કે જાંબાજ અને મહેતા કે મહારથી આ બે ટીમો વચ્ચે ચાલી રહેલ જોરદાર મુકાબલાના પગલે દર્શકોનો રસ વધ્યો અને એટલે જ શોની વ્યૂઅર્સશિપમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.

ચાલો તસવીરો સાથે જાણીએ 14થી 21મી જૂન દરમિયાનના ટૉપ 10 ફિક્શન શો :

દીયા ઔર બાતી હમ

દીયા ઔર બાતી હમ

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો દીયા ઔર બાતી હમ 90 લાખ દર્શકો સાથે ટોચ ઉપર રહ્યો છે.

સાથિયા સાથ નિભાના

સાથિયા સાથ નિભાના

સ્ટાર પ્લસનો જ શો સાથિયા સાથ નિભાના બીજા સ્થાને રહ્યો છે. તેના દર્શકોની સંખ્યા 81 લાખે પહોંચી ગઈ કે જે અગાઉના અઠવાડિયાના 69 લાખ કરતા 12 લાખ વધી છે.

જોધા અકબર

જોધા અકબર

ઝી ટીવી પર પ્રસારિત થતો જોધા અકબર શો ત્રીજા સ્થાને રહ્યો છે. તેના દર્શકોની સંખ્યા 77 લાખ રહી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

સબ ટીવી પર પ્રસારિત થતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વ્યૂઅર્સશિપમાં મોટો ઉછાળો નોંધાયો છે અને તેના દર્શકોની સંખ્યા 62 લાખથી વધી 70 લાખે પહોંચી ગઈ છે. આ યાદીમાં તે ચોથા સ્થાને રહ્યો છે.

મહાભારત

મહાભારત

સ્ટાર પ્લસનો શો મહાભારત 64 લાખ દર્શકો સાથે પાંચમા સ્થાને રહ્યો.

યે હૈ મોહબ્બતેં

યે હૈ મોહબ્બતેં

સ્ટાર પ્લસ પર જ પ્રસારિત થતા યે હૈ મોહબ્બતેંએ 63 લાખ દર્શકો સાથે છટ્ઠુ સ્થાન હાસલ કર્યું છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

સ્ટાર પ્લસનો શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ 61 લાખ દર્શક સંખ્યા સાથે સાતમા સ્થાને રહ્યો.

પ્યાર કા દર્દ

પ્યાર કા દર્દ

સ્ટાર પ્લસના જ શો પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારાને 50 લાખ દર્શકોએ જોયો અને તે આઠમા સ્થાને રહ્યો.

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય

ટૉપ ટેનની યાદીમાં આ વખતે કુમકુમ ભાગ્યની નવી એન્ટ્રી થઈ છે. તે 49 લાખ દર્શકો સાથે નવમા સ્થાને રહ્યો. અગાઉના અઠવાડિયામાં તેની વ્યૂઅર્સશિપ 35 લાખ હતી.

વીરા

વીરા

વીરા શો 48 લાખ દર્શકો સાથે દસમુ સ્થાન હાસલ કર્યુ છે.

English summary
Gokuldham Premier league means GPL 3 event Boosts Viewership Of Sab Tv's show Taarak Mehta Ka Ooltah Chashmah. Here is the list of top ten shows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X