• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : નાના પડતે વધતી ગુજરાતની બોલબાલા

|

મુંબઈ, 11 માર્ચ : કહે છે કે સાહિત્ય અને ફિલ્મોમાં તે જ દર્શાવાય છે કે જે સમાજમાં બનતું હોય છે અને આ વાત મહદઅંશે સાચી પણ છે. આજે સમગ્ર દેશમાં જે રાજકીય માહોલ છે, તે મુજબ ગુજરાતની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. લોકો ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર મોદી અને તેમની નીતિને શ્રય આપે છે. ખેર અમે અહીં મોદી અંગે કોઈ વાત નથી કરતાં, પણ અમે વાત કરી રહ્યાં છીએ નાના પડદે એટલે કે ટેલીવિઝનની દુનિયામાં છવાયેલા ગુજરાત અંગે.

શક્ય છે કે નાના પડદે ગુજરાત છવાયા પાછળનું કારણ અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મ પણ હોઈ શકે. આ એડ આજકાલ ટીવી ઉપર ખૂબ દેખાય છે અને તેમાં ગુજરાતની મહેક દેખાઈ આવે છે. ગુજરાતના મોટા કુટુમ્બો, સાંસ્કૃતિક કુટુમ્બોને નાના પડદે દર્શાવવાની જાણે સ્પર્ધા ચાલી હોય. આજે ટેલીવિઝન ઉપર ગુજરાતી કલ્ચર દર્શાવવાની સ્પર્ધા ચાલી છે.

એક સમય હતો કે જ્યારે નાના પડદે ઉત્તર પ્રદેશ-બિહાર અને પંજાબની સંસ્કૃતિની બોલબાલા રહેતી કે જેનું સ્થાન પછીથી રાજસ્થાની સંસ્કૃતિએ લીધું, પરંતુ હવે ગુજરાતી સંસ્કૃતિ નાના પડદે વર્ચસ્વ જમાવી ચુકી છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીરિયલથી જે શરુઆત થી, તે આજે સરસ્વતી ચંદ્ર સુધી સતત ચાલુ જ છે.

આવો આપને બતાવીએ ટીવી પર આવતાં ગુજરાતી પૃષ્ઠભૂમિ આધારિત શો અંગે.

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા

સ્ટાર પ્લસના સુપર હિટ શોમાં ગોપી અને રાશિની વાર્તા કહેતો આ શો ગુજરાતી રીત-રિવાજમાં રચ્યુ-પચ્યું છે. સંસ્કારોની વાર્તા કહેતી આ સીરિયલ પૂર્ણત્વે ગુજરાતી ખુશ્બુથી મહેકે છે. શોની મુખ્ય હીરોઇન ગોપી બદલાવા છતાં શો સતત ટીઆરપી ચાર્ટમાં જળવાયેલો છે.

સંસ્કાર

સંસ્કાર

તાજેતરમાં જ કલર્સ પર શરૂ થયેલ સંસ્કાર સીરિયલે સારીએવી ટીઆરપી પકડી છે. આ શોમાં ગુજરાતના આદર્શ-સંસ્કારને દર્શાવાયું છે કે જેની સચ્ચાઈ વિદેશી ધરતી ઉપર ઝાંકી નથી પડતી. ગુજરાતની ખુશ્બુ અમેરિકાવાળાઓને પણ પ્રભાવિત કરે છે.

સરસ્વતી ચંદ્ર

સરસ્વતી ચંદ્ર

સ્ટાર પ્લસ પર મેગા સીરિયલ દ્વારા પ્રથમ વાર નાના પડદે ઉતરનાર નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીએ પણ ગુજરાતી વાર્તાની જ પસંદગી કરી. બહેતરી અને ભવ્ય સેટમાં તેમણે સરસ્વતી ચંદ્ર ફિલ્મમાં પૂર્ણત્વે ગુજરાતી મહેકને મહેકાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

છેલ્લા અનેક વર્ષોથી કૉમેડી શો તરીકે ટોચે રહેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ગુજરાતી સાહિત્યકાર તારક મહેતાની નવલકથા દુનિયાને ઉંધો ચશ્મો પર આધારિત છે. આ શો કૉમેડી શોમાં સૌથી લોકપ્રિય છે.

ખિચડી

ખિચડી

ટીવીની દુનિયામાં ઇતિહાસ નોંધાવનાર શો ખિચડી માત્ર ટીવી ઉપર જ હિટ નથી રહ્યો, પણ ફિલ્મ તરીકે પણ બૉક્સ ઑફિસે સફળ રહ્યો. સંયુક્ત પરિવારની ગુજરાતી વાર્તાની લોકોએ ખૂબ પ્રશંસા કરી.

ક્યોંકિ સાસ ભી કભી બહુ થી

ક્યોંકિ સાસ ભી કભી બહુ થી

ગુજરાતી શોની વાત ચાલતી હોય અને એકતા કપૂરની સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ભુલાઈ જાય, એમ કેમ શક્ય છે? આઠ વરસ સુધી ચાલેલી આ સીરિયલે ટીવીની દુનિયામાં ઇતિહાસ સર્જ્યો હતો. આજે પણ લોકો વીરાણી ફૅમિલી અને તુલસીને યાદ કરે છે.

એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ

એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ

સ્ટાર પ્લસનો આ શો પણ ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત છે કે જે ગુજરાતની મીઠી-મધુરી વાર્તા કહે છે. શોની મધુરતાનું પરિણામ એ હતું કે લોકો આજે ખાખરા નાશ્તામાં ખાવા લાગ્યાં છે.

English summary
Gujarati shows dominate television. From showing a typical Gujarati household to their festivals, functions and colorful wardrobe, the shows spread the vibrant colours of the state to the remotest parts of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more