'શ્રીગણેશ'ની ભૂમિકા ભજવનાર ગુજરાતી થિયેટર કલાકાર જાગેશ મુકાતીનુ નિધન
દુનિયાભરના લોકો માટે 2020નુ વર્ષ બહુ ખરાબ નીવડી રહ્યુ છે. ખાસ કરીને જોવા જઈએ તો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ઘાતક પુરવાર થઈ રહ્યુ છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર અને વાજિદ ખાનના મોતથી તો બૉલિવુડમાં શોકનુ વાતાવરણ છવાયેલુ છે ત્યાં ગુજરાતી થિયેટરમાંથી પણ હવે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી થિયેટરના જાણીતા કલાકર જાગેશ મુકાતીનુ બુધવારે 10 જૂને બપોરે નિધન થઈ ગયુ.
મળતી માહિતી મુજબ જાગેશને 3-4 દિવસ પહેલા અસ્થમાની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી જેના કારણે વેન્ટીલેટર પર તેમની સારવાર ચાલી રહી હતી. ઈલાજ દરમિયાન તેમનુ મૃત્યુ થઈ ગયુ. ટીવી ઈન્ડસ્ટ્રીમાં હાલમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. લૉકડાઉનના કારણે જાગેશ મુકાતીના અંતિમ સંસ્કાર 10 જૂને કરી દેવામાં આવ્યા.
તમને જણાવી દઈએ કે જાગેશ ટીવી, ફિલ્મો અને ગુજરાતી થિયેટરમાં ખૂબ જ લોકપ્રિય હતા. શ્રીગણેશ ઉપરાંત પણ જાગેશે ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. અંબિકા રંજનકર સાથે પણ તેમણે ટીવી સીરિયલમાં કામ કર્યુ છે.
સમુદ્ર કિનારે શાહિદ કપૂર-મીરા રાજપૂતનુ આલીશાન ઘર, જુઓ Indside Pics